રાંચીમાં હાથીઓનો આતંક, બાઈકને હવામાં ઉછાળતો વીડિયો વાયરલ - जंगली हाथियों का आतंक
🎬 Watch Now: Feature Video
રાંચી(ઝારખંડ): રાંચીમાં હાથીઓ આતંક મચાવતો વીડિયો(Elephant herd in Ranchi) સામે આવ્યો છે. વીડિયોમાં હાથી બાઈકને હવામાં ઉછાળતો નજરે પડ્યો હતો.(Elephant slams and destroys bike) રાંચીમાં એક સપ્તાહથી જંગલી હાથીઓનું ટોળું આતંક મચાવી રહ્યું છે. હાથી ગામમાં આવતાની સાથે જ ગ્રામજનોમાં ગભરાટ ફેલાયો હતો. જ્યારે ગ્રામજનો એકઠા થયા અને હાથીને ભગાડવાની કોશિશ કરવા લાગ્યા, ત્યારે હાથી ગુસ્સે થઈ ગયો અને તે લોકો પાસે દોડવા લાગ્યો. તે જ સમયે હાથીએ ઘણા લોકોના પાકનો નાશ કર્યો અને વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. આ વીડિયો તામર પોલીસ સ્ટેશન વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે. વનવિભાગ દ્વારા હાથીને જંગલમાં પાછો મોકલવા પ્રયાસ હાથ ધરાયા છે.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST