Eid al fitr 2023: જ્યારે અમદાવાદ જામા મસ્જિદમાં સર્જાયો અદભૂત નજારો, જૂઓ ઈદ અલ-ફિત્ર નમાઝના દ્રશ્યો - eid al fitr Celebration and Namaz
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: મુસ્લિમ સમુદાયમાં રમઝાન ઇદનું છે વિશેષ મહત્વ હોય છે અને આ પવિત્ર માસના અંતિમ દિવસે પવિત્ર રમજાન ઈદ એટલે કે ઈદ-ઉલ-ફિત્રની ઊજવણી કરવામાં આવે છે. દેશભરમાં શનિવારે ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર ઉત્સાહ સાથે મનાવવામાં આવી રહ્યો છે. આ અવસર પર દેશભરની મસ્જિદોમાં લોકો એકઠા થતા અને નમાઝ અદા કરતા હોવાની તસવીરો સામે આવી રહી છે. અમદાવાદની જામા મસ્જિદમાં પણ આજે સવારે ઈદ નિમિત્તે નમાજ અદા કરવામાં આવી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. લોકોએ એકબીજાને ગળે મળીને ઈદની શુભેચ્છા પાઠવી હતી. કુરાન પહેલીવાર રમઝાન મહિનાના અંતમાં જ આવી હતી. મક્કાથી પયગંબર મોહમ્મદના સ્થળાંતર પછી પવિત્ર શહેર મદીનામાં ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી શરૂ થઈ હતી. એવું માનવામાં આવે છે કે પયગંબર હઝરત મોહમ્મદ બદરના યુદ્ધમાં જીત્યા હતા. આ જીતની ખુશીમાં તેણે સૌના મોં મીઠા કરાવી દીધા હતા. આ દિવસને મીઠી ઈદી અથવા ઈદ-ઉલ-ફિત્ર તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે વર્મીસીલી, મીઠાઈ વગેરે જેવી મીઠી વાનગીઓ તૈયાર કરવામાં આવે છે. ઘરે આવેલા મહેમાનોને મીઠી વર્મીસેલી પીરસવામાં આવે છે.