અતિભારે વરસાદથી સરકારી અનાજ ગોડાઉનમાં ફરી વળ્યા પાણી - પુરવઠા વિભાગની ટીમ
🎬 Watch Now: Feature Video
બનાસકાંઠા ડીસામાં સતત બે દિવસથી મેઘ તાંડવ (Heavy rain in Banaskantha) થતા અનેક જગ્યાએ પાણી ભરાયા છે. સરકારી અનાજ ગોડાઉનમાં પણ ત્રણ ત્રણ ફૂટ સુધી પાણી ભરાઈ જતા (Government grain godown flooded) સંચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. અત્યારે માલની હેરાફેરી બંધ કરી પાણીના નિકાલ માટેની વ્યવસ્થાના (Water drainage system)કામે લાગી ગયા છે. બનાસકાંઠાના ડીસામાં ભારે વરસાદને પગલે સરકારી અનાજનો ગોડાઉન પાણીમાં ગરકાવ થઈ ગયું છે. અનાજ ગોડાઉનમાં ત્રણ ત્રણ ફૂટ સુધી પાણી ભરાતા અધિકારીઓ અને મજૂરોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. જો પાણી નિકાલ માટેની તાત્કાલિક વ્યવસ્થા ન થાય તો ગોડાઉનમાં પડેલો લાખો રૂપિયાનો અનાજના જથ્થાને નુકશાન થાય તેવી શક્યતા છે. જેને પગલે ડીસા નગરપાલિકા (Deesa Municipality) અને મામલતદાર કચેરીની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી. પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવા માટે પ્રયાસો હાથ ધર્યા છે. પાણી ભરાઈ જવાના કારણે અત્યારે પુરવઠા વિભાગની ટીમે (Supply Department Team) અનાજ વિતરણ કઈ કામગીરી બંધ કરી પાણીના નિકાલ કઈ રીતે થાય તે માટે કામે લાગ્યા છે. બાજુમાં જ રેલ્વે લાઈનની દિવાલ હોવાના કારણે પાણીનો ભરાવો થઈ જવાથી રેલવેના અધિકારીઓ સાથે ચર્ચા કરી પાણીના નિકાલ માટે યોજના બનાવી છે.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST