પૂરના કારણે લગ્નના સ્થળે પહોંચવા માટે કન્યાએ કર્યો બોટનો ઉપયોગ - konaseema district
🎬 Watch Now: Feature Video

આંધ્રપ્રદેશ:આંધ્રપ્રદેશના કોનસીમા અને અન્ય કેટલાક જિલ્લાઓમાં ગોદાવરી પૂરના (Godavari flood) પાણીમાં વધારો થવાનું જોખમ રહેલું છે. રસપ્રદ વાત એ છે કે, કોનાસીમા જિલ્લાના (konaseema district) મામિડીકુદુરુ મંડલના પેડદાપટનમ ગામમાં વરરાજાના ઘરે લગ્નની પાર્ટીમાં જવા માટે કન્યાએ બોટનો ઉપયોગ કર્યો. આ લગ્ન ઓગસ્ટમાં વરસાદ અને પૂરની અપેક્ષાના કારણે જુલાઈમાં લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા. પેડાપટ્ટનમ લંકા ગામની પ્રશાંતીના મલિકીપુરમ મંડલના તુર્પુપાલેમના અશોક કુમાર સાથે લગ્ન નક્કી કરવામાં આવ્યા છે. પેડાપટનમ લંકા ગામ પૂરના પાણીથી ઘેરાયેલું છે,તેથી ગામની બહાર રસ્તા સુધી પહોંચવા માટે કોઈ જ રસ્તો નથી. આ કારણે કન્યા પ્રશાંતી અને તેના સંબંધીઓ બોટમાં મુસાફરી કરીને એટીગટ્ટુ પહોંચ્યા અને ત્યાર બાદ તેઓ રોડ માર્ગે તુર્પુપાલેમમાં વરરાજાના ઘરે પહોંચ્યા.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST