ડોક્ટર બન્યો હેવાન, શ્વાનને કાર સાથે બાંધી 5 કિમી સુધી દોડાવ્યો - કૂતરાને કાર સાથે બાંધી 5 કિમી સુધી દોડાવ્યો

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 20, 2022, 8:31 AM IST

Updated : Feb 3, 2023, 8:28 PM IST

રાજસ્થાનના જોધપુર જિલ્લાના એક ડોક્ટરે ક્રૂરતાની હદ વટાવી દીધી હતી. મહાત્મા ગાંધી હૉસ્પિટલના પ્લાસ્ટિક સર્જન ડૉ. રજનીશ ગાલવાએ ઘરમાં ઘૂસી ગયેલા રખડતા શ્વાનને પોતાની કાર સાથે બાંધ્યો અને લગભગ 5 કિમી સુધી દોડાવ્યો હતો.(Doctor Drags Chained Dog with car in Jodhpur) ચાલતી કાર સાથે દોરડા વડે બાંધેલો કૂતરો લોહીલુહાણ થઈ ગયો હતો. રસ્તા પરથી પસાર થતા લોકો આ નજારો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતો. લોકોએ પોતાની બાઇક ડોક્ટરની કારની આગળ પાર્ક કરી, પછી તેણે કાર રોકી અને શ્વાનને બચાવી લેવામાં આવ્યો. ઈજાગ્રસ્ત શ્વાનને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે સાંસદ મેનકા ગાંધીના ફોન બાદ પોલીસે આરોપી ડોક્ટર વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. મળતી માહિતી મુજબ, મામલો શહેરના શાસ્ત્રીનગર કોલોનીનો છે.(Jodhpur Dog Video)
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.