રંગબેરંગી દીવડાથી સોમનાથ મંદિર ઝગમગી ઉઠતા ભક્તો ભાવવિભોર
🎬 Watch Now: Feature Video
સોમનાથ દિવાળીના પર્વે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર (Diwali in somnath) પરિસર રોશનીથી ઝળહળતું બન્યું છે. દિવાળીના તહેવારો દરમિયાન સોમનાથ મંદિર પરિસર ધાર્મિકતાને વધુ પ્રજ્વલિત કરી શકે તે માટે રંગબેરંગી દીવડાઓથી મંદિરને સુશોભિત કરાય છે. જેને લઈને સમગ્ર મંદિર પરિસર રોશનીથી ઝળહળતુ બને છે. જેના દર્શન કરીને શિવ ભક્તો (Diwali in somnath 2022) ભાવવિભોર બને છે. દર વર્ષે દિવાળીના તહેવારો દરમિયાન અલગ પ્રકારે વિવિધ રોશનીનો શણગાર સમગ્ર મંદિર પરિસરમાં કરવાની વિશેષ પરંપરા છે. તે મુજબ દીવાળીના પાવન તહેવારે સોમનાથ મંદિર પરિષદ રંગબેરંગી લાઈટ અને દીવડાઓથી ખીલી ઉઠ્યું હતું. (somnath mahadev mandir)
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST