ઉત્તરાખંડમાં વાદળ ફાટવાથી તબાહી, અનેક લોકો ગુમના સમાચાર
🎬 Watch Now: Feature Video
ઉત્તરાખંડ રાજ્યમાં મોડી રાત્રે પડેલા વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ભારે વરસાદ, વાદળ ફાટવાની આફતને કારણે ઘણી જગ્યાએ જાનહાનિના અહેવાલો છે. અત્યાર સુધીમાં 13 લોકો ગુમ થયાના અહેવાલ છે. SDRFએ બચાવ દરમિયાન બે મૃતદેહ બહાર કાઢ્યા છે. દેહરાદૂન કંટ્રોલ રૂમમાંથી ડ્રોન દ્વારા સતત નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. તે જ સમયે, મુખ્યપ્રધાન ધામીએ દેહરાદૂન સહિત ગઢવાલ ડિવિઝનમાં ભારે વરસાદને કારણે થયેલા વિનાશને ધ્યાનમાં રાખીને રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ અને અન્ય વહીવટી અધિકારીઓને એલર્ટ મોડ પર રહેવાનો આદેશ આપ્યો છે. દહેરાદૂનમાં ગઈકાલથી વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે હજારો લોકો પ્રભાવિત થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ઘણી જગ્યાએ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. એકાએક રહેણાંક વિસ્તારોમાં પાણી ઘુસી ગયા છે. લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. દેહરાદૂનના પહાડી વિસ્તારોમાં ભારે વરસાદની અસર હવે મેદાની વિસ્તારોમાં જોવા મળી રહી છે. ભારે વરસાદ બાદ ઘણી નદીઓમાં ઉછાળો આવ્યો છે. જેના કારણે પૂરની સ્થિતિ પણ યથાવત છે. અનેક જગ્યાએ રસ્તા તૂટવાની અને ઘરોમાં પાણી ઘૂસી જવાની વાત સામે આવી છે. heavy rain cloudburst disaster, Heavy Rain In Uttrakhand, Disaster Management Departmen, training in Dehradun
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST