આ તે કેવી દિવાળી! આકાશને બદલે એપાર્ટમેન્ટમાં રોકેટ ફોડ્યા - HURLED FLAMING FIRECRACKERS ROCKET AT BUILDING

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 26, 2022, 1:02 PM IST

Updated : Feb 3, 2023, 8:30 PM IST

થાણે(મહારાષ્ટ્ર):શહેરમાં માં એક ઘટના પ્રકાશમાં આવી છે,(HURLED FLAMING FIRECRACKERS ROCKET AT BUILDING) જ્યાં લક્ષ્મી પૂજનના દિવસે વહેલી સવારે એક યુવકે સળગતા ફટાકડાના રોકેટ ચલાવ્યા હતા. આ સળગતા રોકેટ સીધા રહીશોના ઘરોમાં પડતાં રહીશોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને ઉલ્હાસનગર પોલીસ સ્ટેશનમાં 20 થી 22 વર્ષના તરંગી યુવક વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ઉલ્હાસનગરના ગોલ મેદાન વિસ્તારમાં હીરાપન્ના એપાર્ટમેન્ટ નામની ઇમારત છે. આ બિલ્ડીંગ પર સોમવારે રાત્રે 2:30 થી 3:30 વાગ્યાના સુમારે એક અજાણ્યા યુવકે રોકેટ છોડી હતી. બિલ્ડિંગની બહાર આ યુવાન હાથમાં રોકેટનું બોક્સ લઈને શેરીમાં ઊભો હતો. તેમાંથી છોડવામાં આવતા સળગતા રોકેટ સીધા રહેવાસીઓના ઘરની બારીઓમાંથી છોડવામાં આવ્યા હતા. આ રોકેટ રહેવાસીઓના ઘરોમાં ફૂટી રહ્યા હતા. આ તરંગીના મિત્રએ આ ઘટનાનો વીડિયો બનાવીને ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો હતો. બીજી તરફ આ ઘટનાને પગલે હીરાપન્ના બિલ્ડીંગમાં રહેતા રહીશોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. આ સંદર્ભે, બિલ્ડિંગના રહેવાસી નવીન વિલાયતરાય મુલતાની એ સોમવારે, 24 ઓક્ટોબરે ઉલ્હાસનગર પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 336, 285, 286 હેઠળ કેસ નોંધ્યો છે.
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.