ગુજરાતમાં દિલ્હી અને પંજાબની નોટંકીનો અંત આવશે, યુપી પૂર્વ ડેપ્યુટી CM - Delhi and Punjab drama will end in Gujarat
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-16846935-thumbnail-3x2-stt-aspera.jpg)
સુરત ચૂંટણીની તારીખો જાહેર થતાં જ માહોલ ગરમાયો છે. તેમાં પણ હાલ ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 પર સમગ્ર દેશની નજર છે. સુરત તેનું કેન્દ્ર બિંદુ છે. તેથી હાલ સુરતમાં દરેક પાર્ટીના નેતાઓની અવરજવર વધી છે. આજે ઉતરપ્રદેશના પૂર્વ ડેપ્યુટી સી એમ સુરતની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેઓએ ઉત્તર પ્રદેશના સમાજના આગેવાનો અને નેતાઓ સાથે બેઠક કરી હતી. વિધાનસભાની ચૂંટણી 2022 અંગે પૂર્વ ડેપ્યુટી સીએમ દિનેશ શર્માએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દિલ્હી અને પંજાબની નોટંકીનો અંત ગુજરાતમાં આવશે. પંજાબમાં એક નોટંકી શો થાય છે. જેમાં એક નગારા જેવું મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વાગે છે. જે દિલ્હી અને પંજાબમાં જૂઠાણાનો નગારા વાગે છે. પરંતુ ગુજરાતમાં સુરતમાં એ નગારા બંધ થઈ જશે. UP former deputy Gujarat Assembly election 2022 Delhi and Punjab drama will end in Gujarat
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST