વડોદરાના ગોરવામાં નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અદ્ભુત મુવિંગ ડેકોરેશન

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 8, 2022, 2:55 PM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

વડોદરા ગણેશ ચતુર્થીમાં 40 વર્ષથી શ્રીજીની પ્રતિમાની સ્થાપના Ganesh Chaturthi 2022 કરતાં ગોરવા ગામ ટીંબા ખડકી સહપરિવાર મંડળ દ્વારા આ વર્ષે નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અદ્ભુત મુવિંગ ડેકોરેશન કરવામાં Decoration of Ganeshji Narmada Dam આવ્યું છે. આ ઉપરાંત ડેકોરેશનમાં ઇલેક્ટ્રીક ટ્રેક પર ગણેશ અને રિદ્ધિ સિદ્ધીની મૂર્તિ સાથે ફરતો મુવિંગ રથ પર આકર્ષણનું કેન્દ્ર છે. પંડાલમાં 6 ફૂટની એક મૂર્તિ અને 5 નાની મૂર્તિની સ્થાપના કરી છે. પ્રતિમા સામે સરદાર સરોવર ડેમ અને સરદાર પટેલની પ્રતિમા મુકી છે. ડેમ માટે 1000 લીટર પાણીની Statue of Unity વ્યવસ્થા કરી છે. ડેમમાંથી છોડાતા પાણી પર ત્રિરંગા રોશની લગાવાઇ છે. જંગલ સફારી, ડેમની સુરક્ષા માટે આર્મી કેમ્પ અને ગ્રામ્ય વિસ્તારનું મોડલ પણ બનાવ્યું છે. ગણેશ પંડાલ 20 બાય 40 ફૂટનો છે. 650 ફૂટની જગ્યામાં ડેકોરેશન બનાવ્યું છે. પંડાલમાં ચાર હેલોઝન, લાઇટિંગ માટે 82 LED, કપચી, રેતી, સિમેન્ટ પ્લાય, 270 મિટર કોપર, વાયર બ્રાસબાર અને ઇલેક્ટ્રીકલ વગેરે જેવા મટિરિયલનો ઉપયોગ કરાયો છે. ટીબા ખડકી સહપરિવાર મંડળના 40 શ્રદ્ધાળુઓની ટીમ ગત 10 ઓગસ્ટથી રાત દિવસ મહેનત કરી મુવિંગ ડેકોરેશન બનાવ્યું છે.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.