શીલા મોડલ અને કેજરીવાલ મોડલ પર ચર્ચા, દિલ્હીના પૂર્વ મુખ્યપ્રધાનના પુત્ર દ્વારા ઓપન ચેલેન્જ - Former Delhi Chief Minister Son

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 15, 2022, 4:40 PM IST

Updated : Feb 3, 2023, 8:29 PM IST

સુરત ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં જીતવા માટે ગુજરાતમાં અરવિંદ કેજરીવાલ દિલ્હી મોડલની વાત કરી રહ્યા છે. દિલ્હીની શિક્ષા અને સ્વાસ્થ્યના વખાણ કરે છે. દિલ્હીના પૂર્વ મુખ્યપ્રધાન શીલા દીક્ષિતના પુત્ર અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સંદીપ દીક્ષિતે અરવિંદ કેજરીવાલ અને તેમની ટીમે ખુલ્લી ચુનોતી આપી છે. તેઓએ કહ્યું છે કે, ગુજરાતના કોઈ પણ શહેર અથવા દિલ્હીમાં કેજરીવાલ અને તેમની ટીમ તેમની સાથે શિક્ષા અને સ્વાસ્થ્ય અંગે ચર્ચા કરે. સંદીપ દીક્ષિતએ જણાવ્યું હતું કે, દિલ્હી સરકાર જે કાર્ય કર્યું હોવાનું જણાવે છે. તેમાં વાસ્તવિકતા છે. તે અમે બતાવવા આવ્યા છે. તેઓએ શિક્ષા અને સ્વાસ્થ્ય અંગે વાતો કરે છે તે અંગે અમે કહેવા માંગીએ છે. શિક્ષા અંગે વાત કરવા માં આવે કે અમે 2009 અને 2010 થી અમને પુરસ્કાર મળે છે શિક્ષણમાં નવું કાઈ નથી. અલગ વાત છે કે અમે તે વખતે શિક્ષા અંગે આવી રીતે વાત કરતા ન હતા. અમારી વખતે પણ શાળાઓનું પરિણામ સૌથી સારું આવતું હતું. 1998માં ધોરણ 12નું 64 ટકા પરિણામ આવતુ હતું. જ્યારે અમારી સરકાર ગઈ તે વર્ષે 89 ટકા પરિણામ આવતુ હતું. અત્યારે દિલ્હી સરકાર એ નવું શું કર્યું આનાથી તો ગ્રાફ વધશે. દીક્ષિતે જણાવ્યું હતું કે, કેજરીવાલ વિજ્ઞાપનમાં જે કહે છે તે વાસ્તવિકતા છે નહીં. બે થી ત્રણ વર્ષમાં ડ્રોપ આઉટ 14 સે 15 ટકા છે. અમારી વખતે 16 લાખ વિદ્યાર્થીઓ સરકારી શાળાઓમાં ભણતા હતા. આજે માત્ર 14 લાખ જેટલા વિદ્યાર્થીઓ સરકારી શાળામાં ભણે છે. એક પણ શિક્ષકને પરમેનેન્ટ નહીં કરી શક્યા. અનેક શાળાઓમાં પ્રિન્સિપાલ અને વાઇસ પ્રિન્સિપાલ નથી. 8 વર્ષમાં માત્ર 8 નવી શાળાઓ બનાવવામાં આવી છે. દિલ્હીમાં જે પણ ક્રાંતિકારી કાર્ય શાળાઓમાં કરવામાં આવ્યુ છે તે કેજરીવાલ સરકાર નહીં પરંતુ શીલા દીક્ષિત સરકારે કર્યું છે. Gujarat Assembly Election 2022 Education and Health of Delhi Former Chief Minister of Delhi Sheila Model and Kejriwal Model
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.