Rain in Ahmedabad : વરસાદ વિરામ લેતા લોકોમાં રાહતનો શ્વાસ, દુકાનદારોને કરોડનો માર - Damage due to Rain in Ahmedabad
🎬 Watch Now: Feature Video
અમદાવાદ : અમદાવાદમાં પડેલા મુશળધાર વરસાદને લઈને (Gujarat Rain Update) અનેક ઘરો તેમજ દુકાનોમાં પાણી ભરાયા હતા, ત્યારે હાલમાં પાણી ઓસરી ચુક્યા છે. પાણી ઓસર્યા બાદ દુકાનદારોને ભારે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. વરસાદ પડતાં હાટકેશ્વર સર્કલ જાણે બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. તેમજ જે તે જગ્યા પર દુકાનોમાં પાણી ઘુસી ગયા હતા. તો કેટલીક સોસાયટીઓમાં પાણી ઘરોમાં ઘુસ્યા હતા, ત્યારે વરસાદે વિરામ લીધાના 15 કલાક બાદ પાણી ઓસર્યા હતા. પરંતુ વરસાદ બાદ જે ગંદકી છે તેમજ માલસામાન લોકોનો (Damage due to Rain in Ahmedabad) બગડી ગયો હતો અને દુકાનદારોને કરોડોનું નુકસાન થયું હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે હાલ તો લોકોએ રાબેતા મુજબ ધંધો શરૂ કરી દીધો છે. પરંતુ તંત્ર દ્વારા અનેક જગ્યાએ સાફ સફાઈ કરવામાં આવી રહી છે, ત્યારે હાલમાં તો પાણી (Rain in Ahmedabad)ઓસર્યા બાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST