Cyclone Biparjoy: વેરાવળ બંદર વિસ્તારમાં દરિયાના પાણી ફરી વળ્યા, દરિયો બન્યો ગાંડોતુર
🎬 Watch Now: Feature Video
વેરાવળ: ગીર સોમનાથના વેરાવળ ખાતે વહેલી અવરથી ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો હતો. દરિયા કિનારાની વાત કરીએ તો દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે વિનાશક બિપરજોય વાવાઝોડું આજે ગુજરાતના દરિયે ત્રાટકવાનું છે. આ ચક્રવાતી સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠામાં વ્યાપક અસર કરી શકે છે. બિપરજોય બપોરથી રાત્રીના 8 વાગ્યા સુધીમાં જખૌ બંદર પાસે ટકરાય તેવી શક્યતા છે. જ્યારે આ બિપરજોય વાવઝોડું ટકરાશે ત્યારે ત્રણથી ચાર કલાક સુધી લોકોને બહાર ન નીકળવા અપીલ કરાઈ છે. NDRF ટીમ બાબતે NDRFના અધિકારી અનુપમે વિગતો આપતા જણાવ્યું હતું કે હાલમાં NDRFની કુલ 18 ટીમ તૈનાત કરવામાં આવી છે. જેમાં 6 ટીમ કચ્છમાં તૈનાત કરવામાં આવી છે. લો લાઇન એરિયામાંથી લોકોને સમજાવીને સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. જ્યારે વાવાઝોડું લેન્ડ ફોન થશે અને પરિસ્થિતિ ખરાબ થશે તો અન્ય રાજયમાંથી 10 જેટલી ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
15 જૂનના ટકરાશે બિપરજોય વાવાઝોડુ : અરબી સમુદ્રમાં સર્જાયેલું પ્રચંડ ચક્રવાત બિપરજોય તારીખ 15 જૂનના સાંજે ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવી અને કરાંચી વચ્ચે ત્રાટકશે. આ દરમિયાન 150 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. ગુજરાત અને મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારોમાં બુધવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. આ વાવાઝોડું 15 જૂનના રોજ સાંજે 6થી 9.30ની વચ્ચે જખૌ પર ટકરાઈ શકે છે.