Cyclone Biparjoy: બચાવ કાર્ય માટે અમદાવાદથી આવી પહોંચી ફાયરની ટીમ, આધુનિક સાધનો સાથે તૈયાર - cyclone biporjoy live news
🎬 Watch Now: Feature Video
કચ્છ: સંભવત વાવાઝોડાની અસરને પગલે કચ્છમા વહીવટી તંત્ર દ્વારા સજ્જતા જોવા મળી રહી છે. જિલ્લામાં NDRF,SDRF સાથે કચ્છમા અમદાવાદથી 4 ફાયર વિભાગની ટીમ પણ પહોંચી છે. અમદાવાદ ફાયરની 4 ટીમ આધુનિક સાધનો સાથે કચ્છ પહોચી છે. વાવાઝોડા બાદ કોઇપણ પ્રકારના રાહત-બચાવ માટે ટીમ સક્ષમ છે. તો જિલ્લામાં 4 સ્થળે નલિયા,નારાયણસરોવર, માંડવી અને ભુજમા તૈનાત કરવામાં આવી છે. ફાયર અધિકારી શશી ચૌધરીએ ETV ભારતને જુદાં જુદા આધુનીક સાધનો અંગે વાતચીત કરી હતી. જેમાં 7 લોકોની ટીમ રોડ કટર, વુડ કટર, લિફ્ટ કરવા માટેના સાધનો સહિત સજ્જ છે. વાવાઝોડાના કારણે લોકોને કોઇ મુશ્કેલી ના પડે તે માટે સરકાર તમામ પ્રયત્ન કરી રહી છે. જેને લઇને પહેલાથી જ તમામ તૈયારી કરી દેવામાં આવી હતી. પંરતુ જેમ જેમ વાવઝોડું નજીક આવી રહ્યું છે તેમ તેમ સરકાર પણ વધુ સત્તક બની છે.
15 જૂનના ટકરાશે બિપરજોય વાવાઝોડુ : અરબી સમુદ્રમાં સર્જાયેલું પ્રચંડ ચક્રવાત બિપરજોય તારીખ 15 જૂનના સાંજે ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવી અને કરાંચી વચ્ચે ત્રાટકશે. આ દરમિયાન 150 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. ગુજરાત અને મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારોમાં બુધવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. આ વાવાઝોડું 15 જૂનના રોજ સાંજે 6થી 9.30ની વચ્ચે જખૌ પર ટકરાઈ શકે છે.