Cyclone Biparjoy: દ્વારકા ખાતે ગોમતી ઘાટ પર આવેલ શ્રીકૃષ્ણ મંદિરમાં ઘુસ્યા દરિયાના પાણી
🎬 Watch Now: Feature Video
દ્વારકા: બીપરજોય નામનું વાવાઝોડું હાલ દ્વારકાથી 350 કિલોમીટર જેટલું જ દૂર હોવાથી દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. આ કરંટના કારણે ગોમતીઘાટ પર દરિયાના મોજા 15થી 20 ફૂટ ઉછળી રહ્યા છે. જેને પરિણામે દ્વારકાધીશના જગત મંદિર પાસેના તથા ગોમતીઘાટ પાસેના શ્રીકૃષ્ણ મંદિરમાં દરિયાના પાણી ઘુસી આવ્યા છે. હાલ બધા બંદરો પર રેડ એલર્ટ જાહેર કરાયું છે. દ્વારકામાં ગુમતીઘાટ પર નાના-મોટા ઘણા મંદિરો આવેલા છે. આ પરિસ્થિતિના કારણે કોઇ પણ વ્યક્તિને ગોમતીઘાટ કે બીચની આજુબાજુ જવાની પણ મનાઈ ફરવામાં આવી છે.
શ્રીકૃષ્ણ મંદિરમાં ગોઠણડૂબ પાણી: વાવાઝોડાની અસરના કારણે સમુદ્રમાં ખૂબ જ કરંટ જોવા મળી રહ્યા છે. જેના કારણે સમુદ્રના પાણી શ્રીકૃષ્ણ મંદિરમાં ઘુશી ચૂક્યું છે. ગોમતીઘાટ પર આવેલ શ્રીકૃષ્ણ મંદિરમાં ગોઠણડૂબ પાણી ભરાયાના વીડિયો સામે આવ્યા છે. વીડિયોમાં ત્યાંના લોકોને કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તે દેખાઈ રહ્યું છે. હાલ તંત્ર દ્વારા તેમને સ્થાનાંતરિત કરવામાં આવશે કે ત્યાંના લોકો માટે કોઈ અલગ વ્યવસ્થા કરવામાં આવશે તે જોવાનું રહ્યું.
15 જૂનના ટકરાશે બિપરજોય વાવાઝોડુ : અરબી સમુદ્રમાં સર્જાયેલું પ્રચંડ ચક્રવાત બિપરજોય તારીખ 15 જૂનના સાંજે ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવી અને કરાંચી વચ્ચે ત્રાટકશે. આ દરમિયાન 150 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. ગુજરાત અને મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારોમાં બુધવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. આ વાવાઝોડું 15 જૂનના રોજ સાંજે 6થી 9.30ની વચ્ચે જખૌ પર ટકરાઈ શકે છે.
- Cyclone Biparjoy: સંભવિત ચક્રવાત બિપરજોયને લઈને કચ્છના જખૌ બંદર પરથી ETV Bharatનો ગ્રાઉન્ડ રિપોર્ટ
- Cyclone Biparjoy: વાવાઝોડાનો ખતરાને લઈને જામનગરમાં 73 પ્રસુતાઓને નજીકના આરોગ્ય કેન્દ્રો ખાતે રીફર કરાયાં
- Latest Report of Cyclone Biparjoy : ગુજરાતના કચ્છ પર બિપરજોય વાવાઝોડું 15 જૂને ત્રાટકશે, 21,000 લોકોનું સ્થળાંતર