Cyclone Biparjoy: દ્વારકા NDRF ટીમ-6 એ 72 નાગરિકોને સલામત સ્થળે ખસેડ્યા - 72 નાગરિકોને સલામત સ્થળે ખસેડ્યા
🎬 Watch Now: Feature Video
દ્વારકા: નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સે બિપરજોયા વાવાઝોડા સંદર્ભે બચાવ કામગીરી વધુ તેજ બનાવી છે. NDRF ટીમ-6 એ દ્વારકાના રૂપેણ બંદર ખાતે નીચાણવાળા વિસ્તારમાંથી 72 નાગરિકોને સલામત સ્થળે ખસેડ્યા હતા. આ અસરગ્રસ્તોને દ્વારકાની NDH શાળા ખાતે આશ્રય આપવામાં આવ્યો છે. NDRF ટીમ-6એ 32 પુરુષો, 25 મહિલા અને 15 બાળકોને સલામત સ્થળે ખસેડ્યા હતા. ઉલ્લેખનીય છે કે બિપરજોય નામનુ વાવાઝોડા હાલમાં જખૌથી 100 કિલોમીટર દૂર દરિયામાં 6 કિલોમીટર પ્રતિ કલાકે આગળ વધી રહ્યું છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પર આગાહી કરી હતી કે જેમ જેમ વાવાઝોડું નજીક આવશે તેમ તેમ દરિયાના પાણી રસ્તા પર આવશે. NDRF ટીમ બાબતે NDRFના અધિકારી અનુપમે વિગતો આપતા જણાવ્યું હતું કે હાલમાં NDRFની કુલ 18 ટીમ તૈનાત કરવામાં આવી છે. જેમાં 6 ટીમ કચ્છમાં તૈનાત કરવામાં આવી છે. લો લાઇન એરિયામાંથી લોકોને સમજાવીને સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. જ્યારે વાવાઝોડું લેન્ડ ફોન થશે અને પરિસ્થિતિ ખરાબ થશે તો અન્ય રાજયમાંથી 10 જેટલી ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. ગુજરાતના દરિયાકિનારે આજે બિપરજોય નામનું વાવાઝોડું ટકરાવાની શક્યતા છે. જેને લઈને રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે સમીક્ષા બેઠક કરી હતી.
- Cyclone Biparjoy: બિપરજોય વાવાઝોડું જખૌથી 100 કિલોમીટર દૂર, CM ભૂપેન્દ્ર પટેલે સરકારની કામગીરીની કરી સમીક્ષા
- Cyclone Biparjoy : માંડવી બીચ પર દરિયો ગાંડોતૂર બન્યો, પોલીસ દ્વારા લોકો માટે નો-એન્ટ્રી કરવામાં આવી
- Cyclone Biparjoy: કચ્છના અબડાસામાં વરસાદ સાથે દરિયામાં જોવા મળ્યો કરંટ, જુઓ ETVનો ગ્રાઉન્ડ રિપોર્ટ