Cyclone Biparjoy: નુકશાન રોકવાના સંદર્ભે માસ્ટર પ્લાન ઘડવા મોઢવાડિયાએ કરી ટકોર - undefined
🎬 Watch Now: Feature Video
પોરબંદરઃ બીપરજોય નામનું વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે સક્રિય બન્યું છે. પોરબંદરના દરિયાકિનારા પર તેની અસર વર્તાતા લોકોને ત્યાં જવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. દરિયા કિનારાની મુલાકાત પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયે લીધી હતી. નાગરિકોને તકેદારી રાખવા સૂચન કર્યું હતું. આ ઉપરાંત ગુજરાત સરકારને આકસ્મિક આફતો ના નુકસાન સામે માસ્ટર પ્લાન બનાવવા ટકોર કરી હતી. આ વાવાઝોડાની પોરબંદરમાં વધુ અસર વર્તાઈ હતી. બંદર પર ચાર નંબરનું સિગ્નલ પણ લગાવી દેવામાં આવી છે. ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા એ આ પોરબંદરના દરિયાકિનારે ની મુલાકાત લઈ વધુ અસર વર્તાઈ હતી. તંત્ર સાથે સાથે નાગરિકોએ સાવચેતીની તૈયારી રાખવા પણ અપીલ કરી હતી. આ ઉપરાંત બોટને નુકસાન ન થાય તે માટે માછીમારો તથા ખેડૂતોને ઘાસચારાનું નુકસાન ન થાય તે માટે ખેડૂતોએ સાવચેત રહેવા જણાવ્યું હતું. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વાવાઝોડા સામે લડવા તૈયારી કરી છે. કાયમી માટે સરકારે ક્યારે પ્રયત્ન નથી કર્યો. કચ્છમાં ભૂકંપ બાદ ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ અસ્તિત્વમાં આવ્યું છે ડિઝાસ્ટર ને રોકી ન શકાય પરંતુ તેની નુકસાની વધુ ન થાય તે માટે આગોતરા પગલાં ભરી શકાય. આગોતરા પગલાં ભરવામાં આવતા નથી કે તકેદારી રાખવામાં આવતી નથી. દરિયા કિનારે રેતીનું ખનન થાય છે. દરિયા કિનારે ફોરેસ્ટ વનનું નિર્માણ પણ ઓછું થઈ ગયું છે. આ ઉપરાંત દરિયાકિનારે બાંધકામની પ્રવૃતિ ઓમાં પણ વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ તેવી ટકોર અર્જુનભાઈ મોઢવાડિયા એ કરી હતી. આ ઉપરાંત ધારાસભ્ય અર્જુન ભાઈ એ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે થોડાક વધુ મોજા આવે તો ભયજનક સ્થિતિ સર્જાય છે ગુજરાતના વલસાડ નવસારી સુરત અને પોરબંદરમાં દરિયો પોતાનો કિનારો છોડી આગળ વધી રહ્યો છે ત્યારે સરકારે માસ્ટર પ્લાન ઘડવો જોઈએ જેના દ્વારા સંભવિત નુકસાનને રોકી શકાય તેમ છે.