કોંગ્રેસ પ્રભારી બેઠક બાદ કહ્યું કોંગ્રેસના લોકોની ખરીદીથી ભાજપના પાયાના કાર્યકર નારાજ - Congress meeting in Amreli
🎬 Watch Now: Feature Video
અમરેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને શંખનાદ (Gujarat Assembly Elections 2022) ફુંકાઈ ગયો છે. ત્યારે કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા અમરેલીની મુલાકાતે (Congress Raghu Sharma visits Amreli) પહોંચ્યા હતા. જેમાં અમરેલી લોકસભા વિસ્તારના કોંગ્રેસના તમામ સાત ઉમેદવારો સાથે બેઠક કરવામાં કરી હતી. આગામી 22 તારીખે રાહુલ ગાંધીની સૌરાષ્ટ્રમાં જાહેરસભા યોજવા અંગે બેઠકમાં ચર્ચા કરાઈ (Congress meeting in Amreli) હતી. રઘુ શર્માએ ભાજપ અને આપ પર આકરા પ્રહારો (Radhu Sharma attacks BJP in Amreli) કર્યા હતા કે, ગુજરાતમાં કોંગ્રેસ 125 બેઠક પર વિજય પ્રાપ્ત કરી સત્તા મેળવશે. તેમજ અમરેલી જિલ્લાની તમામ 5 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારો વિજેતા થશે. ભાજપ દ્વારા કોંગ્રેસના લોકોની ખરીદીથી ભાજપના પાયાના કાર્યકરો નારાજ છે. તેમજ આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષ સત્તામાં આવશે. (Rahul Gandhi public meeting in Saurashtra)
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST