Congress Protest: સાંસદોના સસ્પેન્સનના વિરોધમાં નડીયાદ ખાતે કોંગ્રેસ દ્વારા ધરણા - વિરોધમાં નડીયાદ ખાતે કોંગ્રેસ દ્વારા ધરણા
🎬 Watch Now: Feature Video
Published : Dec 23, 2023, 2:33 PM IST
ખેડા: નડીયાદ ખાતે 143 સંસદ સભ્યોના સસ્પેન્સનના વિરોધમાં ખેડા જીલ્લા કોંગ્રેસ સમિતિ તેમજ નડીયાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતુ. કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરોએ સૂત્રોચ્ચારો કરી વિરોધ દર્શાવ્યો હતો. લોકસભામાંથી સાંસદોના સસ્પેન્સનના વિરોધમાં સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ સમિતિઓ ઘ્વારા ભાજપ વિરુદ્ધ ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યા છે. ખેડા જીલ્લા કોંગ્રસ સમિતિ તથા નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નડીયાદ ખાતે ધરણા પ્રદર્શન યોજાયુ હતું. 143 સાંસદોને સસ્પેન્ડ કરવાના કૃત્યને મોદી સરકાર દ્વારા લોકશાહીના પાયા પરના આકરા હુમલા ગણાવી ઉગ્ર વિરોધ કરાયો હતો. શહેરના સંતરામ રોડ પર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ધરણાં યોજવામાં આવ્યા હતા. જેમાં શહેર અને જીલ્લા કોંગ્રેસ આગેવાનો સહિત કાર્યકરોએ સૂત્રોચ્ચારો કરી વિરોધ નોંધાવ્યો હતો.