ઓલપાડ વિધાનસભા બેઠક પર કોંગ્રેસ દ્વારા લડાયક નેતા દર્શન નાયકની ઉમેદવાર તરીકે થઈ પસંદગી

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 5, 2022, 10:26 PM IST

Updated : Feb 3, 2023, 8:31 PM IST

સુરત ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ની તારીખો જાહેર થતાં જ સમગ્ર રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામી ગયો છે. કોંગ્રેસ દ્વારા પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. ઓલપાડ વિધાનસભા બેઠક પર લડાયક નેતા દર્શન નાયકને ટિકિટ આપવામાં આવી છે. ઇચ્છુક પાર્ટીઓ પોતાના ઉમેદવારો જાહેર કરી રહી છે. સુરત જિલ્લાના ઓલપાડ વિધાનસભાની બેઠક પરથી કોંગ્રેસ પક્ષ દ્વારા લડાયક નેતા દર્શન નાયકની ઉમેદવાર તરીકે પસંદગી કરી છે. ઓલપાડ વિધાનસભા બેઠકના ઉમેદવાર દર્શન નાયક ઓલપાડ તાલુકાના સાંધીએર ગામના વતની છે. ઓલપાડ તાલુકાના ખેડૂતો જીવાદોરી સમાન સાયન સુગર ફેકટરીના સભાસદ પણ છે તેમજ કઠોર જિલ્લા પંચાયતના માજી સભ્ય છે. ઓલપાડ વિધાનસભા વિસ્તારની પ્રજા પરિવર્તન ઈચ્છી રહી છે. ઓલપાડ વિધાનસભા બેઠકના ઉમેદવાર દર્શન નાયકએ જણાવ્યું હતું કે ઓલપાડ વિધાનસભા વિસ્તારની પ્રજા પરિવર્તન છે. ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી પ્રજા જ લડી રહી છે. આ વિસ્તારના યુવાનો ખેડૂતો પ્રજા કોંગ્રેસને મત આપશે. મેં અનેક રીતે પ્રજાના પ્રશ્નોને વાચા આપી છે. આ વિસ્તારની પ્રજાનો વિજય નિશ્ચિત છે.  Gujarat Assembly Election 2022 Congress announced the first list Olpad assembly meeting Gujarat Pradesh Congress Olpad assembly seat of Surat district candidate for the Olpad assembly seat
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.