લોસ એન્જલસ: 97માં ઓસ્કર એવોર્ડના નોમિનેશનની જાહેરાત આજે 23 જાન્યુઆરીના રોજ કરવામાં આવી. જેને બોવેન યાંગ અને રશેલ સેનોટ દ્વારા હોસ્ટ કર્યો. જ્યારે ઓસ્કાર એવોર્ડ 2025ની મેજબાની કૉનનન ઓ'બ્રાયન કરશે. એકેડમીના સીઇઓ બિલ ક્રેમર અને એકેડમીના પ્રમુખ જેનેટ યાંગે જાહેરાત કરી છે કે કૉનન પ્રથમ વખત હોસ્ટિંગ કરશે. આપને જણાવી દઈએ કે ઓસ્કાર 2025નું આયોજન હોલીવુડના ડોલ્બી થિયેટરમાં કરવામાં આવશે અને તે એબીસી પર પણ પ્રસારિત થશે. આ કાર્યક્રમ 2 માર્ચ, 2025 ના રોજ સાંજે 7 વાગ્યે (ET) શરૂ થશે. કેલિફોર્નિયામાં લાગેલી આગને કારણે ઓસ્કાર નોમિનેશનની જાહેરાત મોકૂફ રાખવામાં આવી હતી. પરંતુ આખરે આજે આ જાહેરાતો કરવામાં આવી છે.
ભારતની શોર્ટ ફિલ્મ અનુજા આ નોમિનેશનમાં સારા સમાચાર લઈને આવી છે, જેને લાઈવ એક્શન શોર્ટ ફિલ્મ કેટેગરીમાં સ્થાન મળ્યું છે. આ ફિલ્મ અ લીન, આઈ એમ નોટ એ રોબોટ, ધ લાસ્ટ રેન્જર અને ધ મેન હુ કાન્ટ રીમેઈન સાયલન્ટ સાથે સ્પર્ધા કરશે. તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરા, અનિતા ભાટિયા, ગુનીત મોંગા અને મિન્ડી કલિંગ તેના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર છે. આ એક ઈન્ડો-અમેરિકન ભાષાની શૉર્ટ ફિલ્મ છે જે એડમ જે. ગ્રેવ્સ દ્વારા લિખિત અને નિર્દેશિત છે.
શ્રેષ્ઠ લાઇવ એક્શન શોર્ટ ફિલ્મ કેટેગરી
- અનુજા
- અ લીન
- આઈ એમ નૉટ અ રૉબોટ
- ધ લાસ્ટ રેન્જર
- ધ મેન હૂ કુડ નૉટ રિમેન સાઈલેન્ટ
આ 10 ફિલ્મોને બેસ્ટ પિક્ચર કેટેગરીમાં સ્થાન મળ્યું
- અનોરા
- ધ બ્રૂટલિસ્ટ
- અ કમ્પલિટ અનનોન
- કૉન્ક્લેવ
- ડ્યુન: પાર્ટ ટૂ
- એમિલિયા પેરેઝ
- આઈ એમ સ્ટિલ હિયર
- નિકલ બૉયઝ
- ધ સબ્સટાંસ
- વિકેડ
શ્રેષ્ઠ દિગ્દર્શક નોમિનેશન
- શોન બેકર- અનોરા
- બ્રેડી કોર્બેટ - ધ બ્રુટલિસ્ટ
- જેમ્સ મેન્ગોલ્ડ - અ કંપલીટ અનનોન
- જેક્સ ઓડિઆર્ડ- એમિલિયા પેરેઝ
- કોર્લી ફાર્જેટ - ધ સબ્સટાંસ
શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ
- આઈ એમ સ્ટિલ હિયર - બ્રાઝિલ
- ધી ગર્લ વિથ ધ નીડલ- ડેનમાર્ક
- એમિલિયા પેરેઝ-ફ્રાન્સ
- ધ સીડ ઓફ ધ સેક્રેડ ફિગ- જર્મની
- ફ્લો- લાતવિયા
સહાયક ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેત્રી અને શ્રેષ્ઠ ઓરિજિનલ સ્ક્રીનપ્લે
- મોનિકા બારબારો- ધ કંપલીટ અનનોન
- એરિયાના ગ્રાન્ડે-વિકેડ
- ફેલિસિટી જોન્સ- ધ બ્રુટલિસ્ટ
- ઇસાબેલા રોસેલિની-કૉન્કલેવ
- જોય સાલ્ડેના- એમિલિયા પેરેઝ
શ્રેષ્ઠ ઓરિજિનલ સ્ક્રીનપ્લે
- અનોરા-સીન બેકર
- ધ બ્રુટલિસ્ટ - બ્રેડી કોર્બેટ, મોના ફાસ્ટવોલ્ડ
- ધ રીયલ પેઈન - જેસ્સી ઇસનબર્ગ
- સપ્ટેમ્બર 5- મોર્ટીઝ બાઈન્ડર, ટિમ ફેહિલબૌમ, એલેક્સ ડેવિડ
- ધ સબ્સટાંસ - કોરેલી ફૉરગિએટ
શ્રેષ્ઠ સહાયક ભૂમિકા માટે નોમિનેશન
- યુરા બોરીસોવ- અનોરા
- કિરેન કલ્કિન - અ રિયલ પેન
- એડવર્ડ નોર્ટન - અ કમ્પલિટ અનનોન
- ગાય પીયર્સ- ધ બ્રુટલિસ્ટ
- જેર્મી સ્ટ્રાંગ - ધ એપ્રેન્ટિસ
શ્રેષ્ઠ લાઇવ એક્શન શોર્ટ ફિલ્મ
- અ લાઈન
- અનુજા
- આઈ એમ નૉટ અ રોબોટ
- ધ લાસ્ટ રેન્જર
- ધ મેન હૂ કૂડ નૉટ રિમેન સાઈલેન્ટ
શ્રેષ્ઠ એનિમેટેડ શોર્ટ ફિલ્મ
- બ્યૂટિફુલ મેન
- ઈન ધ શેડો ઓફ ધ સાયપ્રસ
- મેજિક કૈન્ડિસ
- વાંડર ટૂ વાંડર
- યક