લોસ એન્જલસ: 97માં ઓસ્કર એવોર્ડના નોમિનેશનની જાહેરાત આજે 23 જાન્યુઆરીના રોજ કરવામાં આવી. જેને બોવેન યાંગ અને રશેલ સેનોટ દ્વારા હોસ્ટ કર્યો. જ્યારે ઓસ્કાર એવોર્ડ 2025ની મેજબાની કૉનનન ઓ'બ્રાયન કરશે. એકેડમીના સીઇઓ બિલ ક્રેમર અને એકેડમીના પ્રમુખ જેનેટ યાંગે જાહેરાત કરી છે કે કૉનન પ્રથમ વખત હોસ્ટિંગ કરશે. આપને જણાવી દઈએ કે ઓસ્કાર 2025નું આયોજન હોલીવુડના ડોલ્બી થિયેટરમાં કરવામાં આવશે અને તે એબીસી પર પણ પ્રસારિત થશે. આ કાર્યક્રમ 2 માર્ચ, 2025 ના રોજ સાંજે 7 વાગ્યે (ET) શરૂ થશે. કેલિફોર્નિયામાં લાગેલી આગને કારણે ઓસ્કાર નોમિનેશનની જાહેરાત મોકૂફ રાખવામાં આવી હતી. પરંતુ આખરે આજે આ જાહેરાતો કરવામાં આવી છે.
ભારતની શોર્ટ ફિલ્મ અનુજા આ નોમિનેશનમાં સારા સમાચાર લઈને આવી છે, જેને લાઈવ એક્શન શોર્ટ ફિલ્મ કેટેગરીમાં સ્થાન મળ્યું છે. આ ફિલ્મ અ લીન, આઈ એમ નોટ એ રોબોટ, ધ લાસ્ટ રેન્જર અને ધ મેન હુ કાન્ટ રીમેઈન સાયલન્ટ સાથે સ્પર્ધા કરશે. તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરા, અનિતા ભાટિયા, ગુનીત મોંગા અને મિન્ડી કલિંગ તેના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર છે. આ એક ઈન્ડો-અમેરિકન ભાષાની શૉર્ટ ફિલ્મ છે જે એડમ જે. ગ્રેવ્સ દ્વારા લિખિત અને નિર્દેશિત છે.