અમદાવાદ : આજે 24 જાન્યુઆરી, શુક્રવારના રોજ ચંદ્ર વૃશ્ચિક રાશિમાં છે. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.
મેષ: વૃશ્ચિક રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી અષ્ટમ ભાવમાં રહેશે. આજે આપનો આજનો દિવસ આધ્યાત્મિક દૃષ્ટિએ આપને અનોખી અનુભૂતિ કરાવનારો નીવડશે. આજે આપને ગૂઢ અને રહસ્યમય વિદ્યાઓ તેમજ તે પ્રકારની બાબતો પર વિશેષ આકર્ષણ રહે. આજે આધ્યાત્મિક સિદ્ધિઓ મળવાના પણ યોગ છે. જો કે આજે આપે બોલવામાં સંયમ જાળવવો પડશે તથા પ્રેમ અને ધિક્કારની લાગણીઓથી દૂર રહેવું પડશે. આપના હિતશત્રુઓ તેમની ચાલમાં ફાવી ન જાય તે માટે સાવધ રહેવું પડશે. નવા કાર્યની શરૂઆત ટાળવી બને તો મુસાફરી કરવાનું મોકૂફ રાખવું.
વૃષભ: વૃશ્ચિક રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી સપ્તમ ભાવમાં રહેશે. આજે આપનું ગૃહસ્થજીવન અને દાંપત્યજીવન બંનેમાં સુખ અને આનંદનો અનુભવ થશે. કુટુંબીજનો અને નિકટના મિત્રો સાથે ઉત્તમ ભોજન લેવાનો પ્રસંગ બને. તેમની સાથે નાનકડા પ્રવાસનું પણ આયોજન કરી શકશો. દૂર વસતા આપ્તજનના સમાચારથી આપને ખુશી થશે. અચાનક ધન પ્રાપ્તિની શક્યતા નકારી શકાય નહીં. પરદેશ સાથે સંપર્ક સાધવો.
મિથુન: વૃશ્ચિક રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી ષષ્ટમ ભાવમાં રહેશે. કાર્ય સફળતા અને યશકિર્તી મેળવવા માટે આજનો દિવસ શુભ છે. ઘરમાં સુખશાંતિનું વાતાવરણ જળવાય. શારીરિક તથા માનસિક સ્વસ્થતા રહેશે. આર્થિક લાભની શક્યતાઓ છે. આજે ખર્ચ થાય પરંતુ તે આપને બિનજરૂરી નહીં લાગે. અટકી પડેલા કાર્યોની પૂર્ણતા માટેનો માર્ગ સરળ બને. હરીફો સામે સફળતા મેળવશો. સ્વભાવમાં ક્રોધ પર લગામ રાખવી જરૂરી છે.
કર્ક: વૃશ્ચિક રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી પંચમ ભાવમાં રહેશે. આપનો આજનો દિવસ શારીરિક માનસિક આંશિક બેચેનીમાં પસાર થશે કારણ કે આપના મનમાં સંખ્યાબંધ વિચારો ઘુમરાશે. મિત્ર અને સંતાનો અંગેની બાબતોમાં વધુ વ્યસ્ત રહો. કોઇ કારણસર ઓચિંતો ધનખર્ચ થાય. પ્રિયપાત્ર સાથે અબોલા કે મનદુ:ખ થાય. વધુ પડતો વાદવિવાદ આજે ટાળવો. મુસાફરી બને ત્યાં સુધી ન કરવી. વિજાતીય આકર્ષણ આપને માટે સંકટ ન લાવે તેનું ધ્યાન રાખવું. અરૂચિ, અપચો જેવી બીમારીઓ સતાવે. બૌદ્ધિક ચર્ચાથી દૂર રહેવું.
સિંહ: વૃશ્ચિક રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી ચતુર્થ ભાવમાં રહેશે. નકારાત્મક વિચારોને આજે દિમાગમાંથી કાઢી નાખવા. શારીરિક, માનસિક રીતે સ્વસ્થતા ઓછી રહે માટે કામનું ભારણ લેવાનું ટાળજો. ઘરમાં સુલેહ જાળવી રાખવા માટે વધુ પ્રયાસો કરવા પડે. માતા સાથે વાણી અને વર્તનમાં વધુ વિનમ્રતા રાખવી. જમીન, મકાન, વાહન વગેરેના દસ્તાવેજો કરવામાં સાવધાની રાખવી. જળાશયથી સાચવવુ. લાગણીશીલતાના પ્રવાહમાં તણાઇ ન જવાની સલાહ આપવામાં આવે છે.
કન્યા: વૃશ્ચિક રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી તૃતીય ભાવમાં રહેશે. આજે કોઇપણ અવિચારી પગલું ભરવાથી અટકજો. જો કે કાર્યમાં સફળતા તો તમને મળશે જ. હરીફોને પણ તમે હંફાવી શકશો. ભાઇભાંડુઓ અને પાડોશીઓ સાથેના સંબંધો ખૂબ સારા રહે. આર્થિક લાભ પણ થશે. પ્રિયતમાનો સંગાથ મળશે. જાહેર માન સન્માન મળશે. ચિત્તમાં પ્રસન્નતા રહેશે.
તુલા: વૃશ્ચિક રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી દ્વિતિય ભાવમાં રહેશે. આજના દિવસે આપનું માનસિક વલણ દ્વિધાભર્યું રહે તેથી મહત્વના નિર્ણયો ન લેવાની સલાહ આપવામાં આવે છે. નવા કાર્યનો પ્રારંભ ન કરવો. વાણી પર સંયમ રાખવાથી પરિવારજનો સાથે વાદવિવાદ નહીં થાય. જિદ્દી વલણ છોડીને આપે સમાધાન કરવું પડે. આર્થિક લાભની શક્યતા છે. સ્વાસ્થ્ય સંભાળવું.
વૃશ્ચિક: વૃશ્ચિક રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી પ્રથમ ભાવમાં રહેશે. તન અને મનથી ખુશ તેમજ પ્રફુલ્લિત રહેશો. કુટુંબીજનો અને મિત્રો સાથે ઉત્તમ ભોજન, પ્રવાસ કે મિલન- મુલાકાતના પ્રસંગ બને. જીવનસાથી જોડે ગાઢ આત્મીયતાનો અનુભવ થાય. આર્થિક લાભ થાય. શુભ પ્રસંગે બહાર જવાનું થાય. આનંદદાયક સમાચાર પ્રાપ્ત થાય.
ધન: વૃશ્ચિક રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી દ્વાદશ ભાવમાં રહેશે. આજનો દિવસ થોડો કષ્ટદાયક હોવાથી તેને સાચવી લેવાની સલાહ છે. કુટુંબના સભ્યો સાથે મનદુ:ખનો પ્રસંગ ટાળજો અને દરેકની વાત સમજવાનો પ્રયાસ કરજો. સ્વભાવમાં ઉગ્રતા અને આવેશ ક્યારેય પણ કોઈ સમસ્યાનો ઉકેલ નથી તે વાત આજે ધ્યાનમાં રાખવી. તંદુરસ્તીની વધુ કાળજી લેવી. વાણી અને વર્તનમાં સંયમ રાખવાથી સમસ્યાઓ ટળશે. અકસ્માતથી સંભાળવું. વધુ પડતો નાણાંખર્ચ થાય. કોર્ટકચેરીના પ્રશ્નોમાં સાવચેતીભર્યું કદમ ઉઠાવવું. નકામા કાર્યો પાછળ શક્તિ વેડફાય નહીં તે ધ્યાન રાખવું.
મકર: વૃશ્ચિક રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી એકાદશ ભાવમાં રહેશે. સામાજિક ક્ષેત્રે નોકરી ધંધામાં અને અન્ય ક્ષેત્રોમાં આજનો દિવસ લાભદાયી રહેશે. મિત્રો, સગાં સંબંધીઓ સાથે મળવાનું અને બહાર જવાનું થાય. માંગલિક પ્રસંગોમાં હાજરી આપવાનું બને. સ્ત્રી મિત્રો તથા પત્ની અને પુત્રથી લાભ થશે. લગ્નોત્સુક યુવક યુવતીઓના લગ્નનો પ્રશ્ન નજીવા પ્રયત્નોથી ઉકલી જશે. પ્રવાસ પર્યટનનું આયોજન થશે.
કુંભ: વૃશ્ચિક રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી દશમ ભાવમાં રહેશે. આપના દરેક કાર્યો વિના અવરોધે પાર પડશે, જેથી આપ ખુશ રહેશો. નોકરી- વ્યવસાયના સ્થળે પરિસ્થિતિ સાનુકૂળ રહેશે અને કાર્યમાં સફળતા મળશે. વડીલો અને ઉપરી અધિકારીઓનો કૃપાદૃષ્ટિ રહેવાના કારણે આપ માનસિક રીતે કોઇપણ પ્રકારના બોજથી મુક્ત હશો. ગૃહસ્થજીવનમાં આનંદ રહેશે. ધનપ્રાપ્તિ અને બઢતીના યોગ છે.
મીન: વૃશ્ચિક રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી નવમ ભાવમાં રહેશે. નકારાત્મક વિચારો મન પર હાવિ ન થઇ જાય તેનો ખ્યાલ રાખવાની સલાહ છે. માનસિક અસ્વસ્થતાથી બચવા માટે આજે મેડિટેશન અને યોગનો સહારો લઈ શકો છો. આરોગ્ય અંગે ફરિયાદ હોય તો માત્ર તમારી જીવનશૈલી અને ભોજનની આદતોમાં નજીવા ફેરફાર કરીને સ્વસ્થ થઈ શકશો. નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ મહત્વના કામકાજ પર ચર્ચા કરવાનું ટાળજો. સંતાનોની બાબતોમાં આપે વધુ ધ્યાન આપવું પડશે. પ્રતિસ્પર્ધીઓ તેમની ચાલમાં સફળ ના થાય તે માટે સતર્ક રહેવાની સલાહ છે. મહત્વના નિર્ણય આજે ન લેવાની સલાહ છે.