અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે ફરીથી ગુજરાતના પ્રવાસે આવ્યા તે દરમિયાન અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ભાગ્ય હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનું ઉદ્ઘાટન કર્યું. તે દરમિયાન અમિત શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીની સરકારના દસ વર્ષના શાસનની પ્રશંસા કરી હતી.
આજથી અમદાવાદમાં ત્રણ દિવસ માટે હિંદુ આધ્યાત્મિક અને સેવા મેળાની શરૂઆત કરવામાં આવી છે. આ મેળાનું ઉદ્ઘાટન સમારોહમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ઉપરાંત અગ્રણી સાધુ સંતો તથા રાષ્ટ્રીય સંઘના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મેળામાં વિશિષ્ટ સાંસ્કૃતિક ધાર્મિક સર્જનાત્મક થીમ્સનું સંગમ જોવા મળી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી આમ મેળાની તૈયારી કરવામાં આવી રહી હતી.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું હતું કે, દેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાલે છે. નરેન્દ્ર મોદી આપણા વડાપ્રધાન છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર દસ વર્ષથી શાસનમાં છે અને દસ વર્ષમાં કેટલાય વર્ષોથી પેન્ડિંગ કરેલા આઈડીયોલોજી અને વિચારધારાના કારણે પુરા કરવાનું કામ આપણી સરકારે કર્યું છે. ભારતના ધર્મસ્થાનો દુનિયાભરમાં 350 સુધી વધુ ચોરી કરેલી ગુલામીની સ્થિતિમાં લઈ ગયેલી. આપણી મૂર્તિઓને પાછા લાવવાનું કાર્યક્રમ હોય કે, ભારતની સંસ્કૃતિને દુનિયાભરમાં પહોંચાડવાનું કામ ભાજપ સરકારે કર્યું છે. હું અત્યાર સુધી 9 કુંભમાં જઈ આવ્યો છું અને હવે 27 જાન્યુઆરીએ દસમામાં જઈશું. મહાકુંભ માટે કોઈ ફાઈવ સ્ટાર હોટેલમાં નથી રોકાતા ટેન્ટમાં ઠંડીમાં રહીએ છે. એટલે સૌ ગુજરાતીઓને હું અપીલ કરું છું, કુંભમાં જાઓ ઘરમાં ખાસ કરીને યુવાનો અને કિશોરોને લઈ જવા જોઈએ. આજે આધ્યાત્મિક મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અત્યારે પ્રયાગરાજમાં મહાકુંભ ચાલે છે. 144 વર્ષ પછી પર્યાગરાજમાં આ મહાકુંભ થયો છે. અનેક એક એમ્બેસેડર જોડે વાત થઈ એમને મેં કહ્યું કે, ત્યાં જવા માટે કોઈ નિમંત્રણ પત્રિકા નથી. ગ્રહની સ્થિતિ આવવાની સાથે જ કરોડ લોકો કુંભમાં આવે અને તેઓ આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સરકારની કામગીરી રામસેતુની ખિસકોલી જેટલી હોય છે. ઘણા ગુજરાતી લોકોને નસીબમાં નથી આવતો તો ઘણા અને જન્મ સુધી કુંભમાં નથી જતા. તો તમારા નસીબમાં મહાકુંભ છે તો જરૂર જાઓ.
અમિત શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીની સરકારના દસ વર્ષના શાસનની પ્રશંસા કરી અને કહ્યું કે, સરકારના કારણે કાશ્મીરમાં 370 ની કલમ હટાવવામાં આવી, ત્રણ કલાક ખતમ કરવામાં આવ્યા, યુસીસી લાગુ કરવામાં આવ્યો, રામમંદિરનું નિર્માણ થયું, દેવી મૂર્તિઓને પાછા લાવવામાં આવી અને આગળ પણ પાંચ વર્ષ સુધી આ દિશામાં કામ કરવામાં આવશે.
તો મેળા વિશે નારાયણ મેઘાણી જવાની હતું કે, હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનું ઉદઘાટન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ઉપરાંત અગ્રણી સાધુ સંતો તથા રાષ્ટ્રીય સંઘના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે. આ સમારંભમાં સુરેશભાઈ આજે જોશી (અખિલ ભારતીય કારોબારી સભ્ય, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) અમિત શાહ (કેન્દ્રીય ગૃહ મંત્રી) ભુપેન્દ્રભાઈ પટેલ( મુખ્યમંત્રી ગુજરાત સરકાર) સહિતના ઘણા મહાનુભવો હાજર રહ્યા હતા. આની સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર પ્રતિભાબેન જેમની હાજરીમાં 2000 મહિલાઓ દ્વારા કળશ યાત્રા કાઢવામાં આવી. આ મેળામાં યુથ કોન્ફરન્સ કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 5000 યુવાનો બાઈક રેલીમાં ભાગ લેશે.
તેમણે કહ્યું કે, આ મેળામાં મહર્ષિ વશિષ્ઠ યજ્ઞશાળા સેવા પ્રદર્શન થીમ પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં મહિષાસુર મર્દિની, આચાર્ય વંદના, કન્યા વંદના, માતા પુત્રીના પુનર્મી મિલન સાથે નાટક પ્રદર્શન, માતા પિતા વંદના અને સંયુક્ત પરિવાર સન્માનનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લોકોને હિન્દુ ધર્મ વિશે જે સમજ છે અને દૂર કરવા માટે મિલન આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં ઇસરો એનસીસી સહિત 250 થી વધુ સખાવતી સંસ્થાઓ એ ભાગ લીધો છે. આ મેળામાં 11 કુંડી સંપ યજ્ઞશાળા 11 થી વધુ મુખ્ય મંદિરોના લાઈવ દર્શન 15 થી વધુ મુખ્ય મંદિરોની પ્રાકૃતિયો કુંભમેળાના દર્શન ગંગા આરતી આદિવાસી સંસ્કૃતિનું પ્રદર્શન કરતું બનવાસી ગામ વગેરે મુખ્ય આકર્ષણો છે. મેળામાં રાત્રે 8 વાગ્યે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન દરરોજ કરવામાં આવશે. જેમાં અર્ચના ત્રિવેદી, સાંઈરામ દવે, બંકિમ પાઠક અસિત વોરા અને બીજા કલાકારો દ્વારા કાર્યક્રમ રજૂ કરવામાં આવશે.