જનતા ગદ્દારોને હરાવીને વફાદારને જીતાડશે: સંગ્રામસિંહ - congress
🎬 Watch Now: Feature Video
છોટા ઉદેપુર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની(gujarat legislative assembly 2022) તારીખોની જાહેરાત થઈ ચૂકી છે. ત્યારે છોટાઉદેપુર વિધાનસભા બેઠક(Chotaudepur legislative assembly) પરથી કોંગ્રેસના ઉમેદવાર સંગ્રામસિંહ રાઠવાએ(Congress candidate Sangram Singh Rathwa) ફોર્મ ભર્યું હતું. સંગ્રામ સિંહ રાઠવાએ વાજતે ગાજતે બીરસા મુંડાની પ્રતિમાને ફુલ હાર પહેરાવી ઉમેદવારી નોંધાવી હતી. કોંગ્રેસે છોટાઉદેપુર વિધાનસભા બેઠક પર રાજ્ય સભાના સાંસદ નારણભાઈ રાઠવાના પુત્ર સંગ્રામસિંહ રાઠવાને ટિકિટ આપી છે. સંગ્રામસિંહ રાઠવાએ જણાવ્યું હતું કે "આ ચૂંટણી વફાદારી અને ગદ્દારી વચ્ચેની છે. એક બાજુ કોંગ્રેસના વફાદાર છે અને સામે કોંગ્રેસના ગદ્દારી કરનારા છે અને જનતા ગદ્દારીને હરાવીને વફાદારીને જીતાડશે.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST