Cloudburst in Junagadh: જૂનાગઢમાં વરસાદે તોડ્યાં તમામ રેકોર્ડ, જનજીવનને ભારે અસર - Cloudburst in Junagadh
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/22-07-2023/640-480-19069716-thumbnail-16x9-jpg.jpg)
જૂનાગઢ: જૂનાગઢમાં આજે વરસાદે રોદ્ર સ્વરૂપના દર્શન જૂનાગઢ વાસીઓને કરાવ્યા છે. બપોરના 12:00 વાગ્યા બાદ જે રીતે અનુરાધાર વરસાદ તૂટી પડ્યો તેને લઈને જૂનાગઢ શહેરમાં ઠેર ઠેર જળ બંબાકારની સ્થિતિ જોવા મળી હતી. ગિરનાર પર્વત પર ખૂબ પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડતા જૂનાગઢ શહેરમાંથી પસાર થતા અત્યાર સુધીનું સૌથી ભયાનક પૂર જોવા મળતુ હતુ. જેને કારણે કાળવા કાંઠા વિસ્તારના તમામ રહેણાંક વિસ્તારોમાં પાણી જોવા મળતુ હતું. જળની વચ્ચે જીવનની શોધ કરતા લોકો ખૂબ જ ચિંતિત બન્યા હતા અચાનક પડેલો અતિ ભારે વરસાદ અને ત્યારબાદ કાળવામાં આવેલું ઐતિહાસિક જળ પ્રલય આજે જૂનાગઢવાસીઓ માટે સૌથી મોટી ચિંતાનું કારણ બન્યું હતું. જ્યાં નજર પડે ત્યાં એક માત્ર વરસાદી પાણી જોવા મળતું હતું. જૂનાગઢમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે. અહીં 16 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતા જનજીવનને ભારે અસર થઈ છે તેમજ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. 3 કલાકમાં 16 ઈંચ વરસાદ વરસતા કાર અને અન્ય વાહનો તણાવા લાગ્યા હતા.