Navsari Rain: નવસારીમાં અંડરપાસ પાર કરવાનો પ્રયાસ કરી રહેલી કાર ડૂબી, જુઓ વીડિયો - Navsari Rain news
🎬 Watch Now: Feature Video

નવસારી: રાજ્યમાં સર્વત્ર વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. નવસારીમાં છેલ્લા ચાર દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આ દરમિયાન આવેલા એક અંડરપાસ પાર કરવાનો પ્રયાસ કરતી કાર ડૂબી ગઇ હોવાની ઘટના સામે આવી છે. પાણીમાં ડૂબેલી કારમાં ચાર લોકો સવાર હતા અને તેઓ પણ આ કારમાં ફસાયા હતા. ફાયર વિભાગ અને સ્થાનિકોની મદદથી ચારેય લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લીધા હતા. આ સાથે જ ચીખલી તાલુકામાંથી પસાર થતી કાવેરી નદી ભયજનક સપાટી 19 ફૂટ છે. ત્યારે હાલ કાવરી નદી પોતાની ભયજનક સપાટીથી નીચે નવ ફૂટ ઉપર વહી રહી છે. સામાન્ય સપાટી કરતાં બે ફૂટ જેટલી કાવેરી નદીની જળ સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાં પણ ભારે વરસાદને કારણે કાવેરી નદીની જળ સપાટીમાં વધારો નોંધાયો છે.
Junagadh Rain: જૂનાગઢ-ગીર સોમનાથ જિલ્લાને મેઘરાજાએ ઘમરોડ્યું, 11 ઇંચ વરસાદથી જળબંબાકાર
Morbi News: જીલ્લામાં રાત્રીથી ધોધમાર વરસાદ, હળવદનો બ્રાહ્મણી ડેમ ઓવરફલો-મચ્છુ ૩ ડેમના દરવાજા ખોલ્યા