Kozhikode Car Accident: સ્પીડમાં આવતી કાર દિવાલ સાથે અથડાઈને પલટાઈ ગઈ, ઘટના CCTVમાં કેદ થઈ ગઈ - Kerala Car Accident

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 22, 2023, 9:50 PM IST

કેરળ: જાકે રાખે સૈયાં મારા સકે ના કોય, ત્યારે ફળ્યું જ્યારે ચાર લોકો માર્ગ અકસ્માતમાં ચમત્કારિક રીતે બચી ગયા. ઘટના મુજબ મંગળવારે રાત્રે ઝડપભેર ચાલતી કારે કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે કાર એક ઘરની દિવાલ સાથે અથડાયા બાદ રોડ પર પલટી ગઈ હતી. બાલુસેરી રોડ પર કરૂમાલા ખાતે ગઈકાલે રાત્રે લગભગ 10.30 વાગ્યે આ અકસ્માત થયો હતો. ઘટના બાદ સામે આવેલા CCTV ફૂટેજ પરથી અકસ્માતની તીવ્રતાનો અંદાજ લગાવી શકાય છે. 

આ પણ વાંચો: Maharashtra Politics Crisis: NCP પ્રમુખ શરદ પવારે દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારના શપથ ગ્રહણને લઈને કર્યો ખુલાસો

કાર રોડ પર પલટી મારી ગઇ: અકસ્માતમાં હાઇસ્પીડ કાર ઘરની દિવાલ સાથે અથડાઇને રોડ પર પલટી મારી ગઇ હતી. અકસ્માત દરમિયાન કારમાં એક બાળક સહિત ચાર લોકો મુસાફરી કરી રહ્યા હતા. જોકે કારમાં બેઠેલી એક મહિલાને હાથમાં ઈજા થઈ હતી. મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. કેરળના કોઝિકોડમાં એક ઝડપી કારનો અકસ્માત થયો હતો. આ દરમિયાન કારમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. 

દર્શન કરીને ઘરે પરત ફરી રહ્યો હતો: આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. એવું કહેવાય છે કે, કટ્ટીપારાનો એક પરિવાર કિનલુરમાં મંદિરમાં દર્શન કરીને ઘરે પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન આ અકસ્માત થયો હતો. અકસ્માત સમયે કારમાં સવાર લોકો સીટ બેલ્ટ સહિતના સલામતીનાં પગલાંને કારણે બચી શક્યા હતા. આ અંગે પોલીસનું કહેવું છે કે, અકસ્માતનો ભોગ બનનારના પરિવારજનો વધુ માહિતી આપવાનું ટાળી રહ્યા છે.

આ પણ વાંચો: Maharashtra Political Crisis: ઉદ્ધવ પક્ષને લાગ્યો ઝટકો, સુપ્રિમ કોર્ટે ચૂંટણી પંચના નિર્ણય પર રોક લગાવવાનો કર્યો ઇનકાર

લોકોએ રાહતનો શ્વાસ લીધો: બીજી તરફ અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા અને તેઓએ તાત્કાલિક કારમાં સવાર લોકોને બહાર કાઢવાની પહેલ કરી હતી. આ ઉપરાંત એમ્બ્યુલન્સ અને પોલીસને પણ માહિતી આપવામાં આવી હતી. કાર પલટી જવાને કારણે તેના ચાર પૈડા ઉપરની તરફ વળ્યા હતા. અકસ્માતમાં કારમાં સવાર તમામ લોકો સલામત રહેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.                    

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.