IIM ના ગેટ પાસે વેપારીને અકસ્માતના નામે લાખોની લૂંટ, આરોપી CCTV માં કેદ - robbery Ahmedabad caught on CCTV

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 23, 2022, 6:36 PM IST

Updated : Feb 3, 2023, 8:36 PM IST

અમદાવાદના વસ્ત્રાપુર નજીક આવેલા આઈ.આઇ.એમ ના ગેટ પાસે એક વેપારી સાથે (Robbery incident Ahmedabad) લૂંટની ઘટના બની છે. જેમાં રાણીપમાં રહેતા દીનેશ કુમાર ચૌહાણ નામના વેપારી તારીખ 22 ડિસેમ્બર ગુરુવારના રોજ સાંજના 5 વાગે આસપાસ પોતાની ગાડી લઈને નવરંગપુરાની પીએમ એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢી (Angadia firm named PM Enterprises) ખાતે ગયા હતા. અને ત્યાંથી 9 લાખ 99 હજાર રૂપિયા લઈને ઇસ્કોન તરફથી રોડ ઉપર જઈ રહ્યા હતા. તે દરમિયાન સાંજે પોણા 6 વાગે આસપાસ મહિલા પોલીસ સ્ટેશનથી(Women Police Ahmedabad) આગળ અમુલ પાર્લર પાસે બાઈક પર આવેલા બે શખ્સોએ તેઓને અકસ્માત કર્યો હોવાનું કહીને રોક્યા હતા. વેપારીને વાતોમાં ભેળવી એક આરોપીએ તેઓની ગાડીનો આગળના દરવાજા ભાગનો કાચ તોડી 9.99 લાખ રૂપિયા ભરેલી બેગ લૂંટીને ફરાર થઇ ગયા હતા. આ ઘટનાને લઈને વેપારીએ પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો, પોલીસે તપાસ કરતા લૂંટારાઓ CCTV માં(robbery Ahmedabad caught on CCTV) કેદ થયા હતા. જેથી ગુજરાત યુનિવર્સિટી પોલીસે CCTV ફુટેજના આધારે આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના(Gujarat University Police Station) PI વી.જે જાડેજાએ etv ભારત સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે આ મામલે વેપારીની ફરિયાદ નોંધી આરોપીઓને CCTV ના આધારે પકડવા ટીમો કામે લગાડવામાં આવી છે.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.