હવે દર્દીઓએ મોટી એમ્બુલન્સની નહીં જોવી પડે રાહ, યુવાને કરી બતાવ્યું કંઈક નવું - Ambulance Service in Gujarat
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: શહેરના એક મિકેનિકે બાઈકમાં ફિટ થાય તેવી મિની એમ્બુલન્સ (Bike Ambulance in Ahmedabad) બનાવી છે. ભુપેન્દ્ર ચૌહાણ નામના વ્યક્તિએ પોતાની આવડતથી બાઇક બાજુમાં કેબીન જેવી એમ્બુલન્સ બનાવી છે. તે હવે દેશના અન્ય રાજ્યોમાંથી ઓર્ડર મુજબ બનાવે છે.હાલમાં જ છત્તીસગઢના રાયપુરથી 10 એમ્બુલન્સનો ઓર્ડર મળ્યો છે. તેના પર હાલમાં કામ કરવામાં આવી રહ્યું છે. ભુપેન્દ્ર ચૌહાણ જણાવ્યું હતું કે, 12 લાખની એમ્બુલન્સની ખરીદી કરવી તેના સરખામણીમાં આ 12 લાખમાં 10 જેટલી બાઇક એમ્બ્યુલસ બનાવી શકાય છે. મોટી ગાડી દરેક જગ્યાએ પહોંચી શકતી નથી, ત્યારે આ બાઇક એમ્બ્યુલસ દરેક (Ambulance Service in Gujarat) જગ્યાએ પહોંચી શકે છે. દર્દીને ટ્રાફિકમાં અને નાની ગલીમાંથી પણ હોસ્પિટલ ઝડપે ખસેડવામાં મદદરૂપ થાય છે. આ બાઇક એમ્બુલન્સમાં (Mini Ambulance) દર્દીને ઇમરજન્સી જે સુવિધા મળવી જોઈએ તે આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.આ એમ્બુલન્સમાં પંખો,સુઈ શકાય તેવો નાનો બેડ,એર સર્ક્યુલેશન,ઓક્સિજન સિલિન્ડર જેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. અત્યાર સુધી 50 જેટલી એમ્બુલન્સ બનાવવામાં આવી છે. જેમાં દિલ્હી 2, રાજસ્થાન ડુંગરપુરમાં 10 અને છત્તીસગઢના રાયપુરનો હાલમાં 10 એમ્બુલન્સ ઓર્ડર છે. તેના પર કામ કરવામાં આવ્યું છે. પરંતુ નવાઈની વાત છે કે રાજ્યની બહારથી આ એમ્બુલન્સનો ઓર્ડર મળી રહ્યો છે. પરંતુ ગુજરાતમાં હજુ સુધી એક પણ એમ્બુલન્સ ઓર્ડર મળ્યો નથી.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST