Bhavnagar Rain : ભાવનગરમાં કડાકા ધડાકા સાથે અનરાધાર વરસાદ, થોડી મિનિટના વરસાદે પાણી પાણી કર્યું - વરસાદ
🎬 Watch Now: Feature Video
Published : Sep 23, 2023, 6:55 PM IST
ભાવનગર : આજે કડાકા ધડાકા સાથે ભાવનગરમાં અનરાધાર વરસાદ પડતો જોવા મળ્યો હતો. શહેરભરને થોડી મિનિટના વરસાદે પાણી પાણી કરી દીધું હતું. જોકે ભાવનગર શહેરમાં લાંબા સમય બાદ મેઘરાજાની એન્ટ્રી ગાજવીજ સાથે થઈ હતી. બપોર બાદ મેઘરાજાએ કડાકા ભડાકા સાથે વરસવાની શરૂઆત કરી હતી. જિલ્લામાં કુલ 679 mm વરસાદ વરસી ચુક્યો છે. ત્યારે મેઘરાજાના આગમને લોકોને બફારામાંથી રાહત આપી હતી. ભાવનગર શહેરમાં ઘણા સમયથી મેઘરાજાએ વિરામ લીધો છે. જિલ્લામાં 10 તાલુકામાં ક્યાંક વરસાદ હોય તો ક્યાંક વરસાદ વરસતો નથી. ત્યારે ભાવનગર શહેરવાસીઓને રાહત આપતાં શનિવારે બપોર બાદ મેઘરાજાએ ગાજવીજ સાથે એન્ટ્રી મારી હતી. કડાકા લેતી વીજળી વચ્ચે ધોધમાર વરસાદ અડધા કલાક સુધી વરસ્યો હતો. વરસાદના પગલે બફારાના વધેલા પ્રમાણમાં ઘટાડો થયો અને રાહત મળી હતી. જો કે જિલ્લામાં 679 mm વરસાદ વરસી ચૂક્યો છે.