ભાવનગરમાં ગણપતિની વિદાય રંગેચંગે, ડીજેના તાલે લોકોએ આપી કર્યો નાચગાન - દરિયા કિનારે ગણપતિ બાપ્પાનું વિસર્જન
🎬 Watch Now: Feature Video
ભાવનગર શહેરમાં ગણપતિ વિસર્જન માટે ઠેર ઠેર ગૃપો દ્વારા વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી. ભાવનગરના વિવિધ માર્ગો પર ગણપતિ વિસર્જન યાત્રા યોજવામાં આવી હતી. શોભાયાત્રામાં લોકો રંગે ચંગે નાચગાનથી વિદાય આપી હતી. ભગવાન ગણપતિ દુંદાળાના અંતિમ દિવસે ગણપતિને રંગે ચંગે વિદાય આપવામાં આવી હતી. શહેરના વિવિધ સ્થળો પર ગણપતિ દાદાના વિદાય માટે ડીજે સાથે નાચગાન કરતા વિદાય અપાઈ હતી. ભાવનગરના ક્રેસન્ટ સર્કલમાં પણ વિદાયમાં યુવાનો નાચગાન સાથે ગણપતિને વિદાય અપાઈ હતી. ગણપતિ દાદાનો રથ બનાવી ખેંચવામાં આવ્યો હતો. આ રથ ખેંચ્યા બાદ થોડા અંતર સુધી અબીલ ગુલાલ ઉડાવી નાચગાન સાથે વાહનમાં લઈ દરિયા કાંઠે વિદાય આપવા મંડળો પહોંચ્યા હતા. Bhavnagar Ganpati Visarjan Shobhaytra, Ganapati Bappa Visarjan at sea shore,Bhavnagar People Dance in Ganpati Visarjan Yatra
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST