સાંસદ મનસુખ વસાવાએ વિપક્ષને આડે હાથ લીધું, ધારાસભ્ય ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર કર્યા - વિકસિત ભારત સંકલ્પ યાત્રા ડેડીયાપાડા

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Dec 4, 2023, 2:53 PM IST

નર્મદા : ડેડીયાપાડાના ફુલસર ગામ ખાતે ભાજપની વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચી હતી. આ તકે ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ જાહેર સભા સંબોધતા વિપક્ષ પર આકરા આક્ષેપ કર્યા હતા. ધારાસભ્ય ચૈતર વસાવાને આડે હાથ લેતા સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે, ચૈતર વસાવા આદિવાસી લોકોને ખોટી રીતે ઉશ્કેરે છે. તેવું ન કરવું જોઈએ.

ચૈતર વસાવા પર નિશાન સાધ્યું : ઉલ્લેખનીય છે કે, જંગલની જમીન પર ખેડાણ બાબતે વનકર્મીને ઘરે બોલાવી તેના પર હુમલો કરી, ખંડણીની સાથે એક રાઉન્ડ ફાયરિંગ કરતા ડેડીયાપાડા આપ ધારાસભ્ય ચૈતર વસાવા સામે હાલમાં ગુનો નોંધાયો છે. ઉપરાંત ધારાસભ્ય ઘણા દિવસોથી ફરાર છે અને પોલીસ તેઓને શોધી રહી છે. ત્યારે ડેડીયાપાડાના ફુલસર ગામ ખાતે સાંસદ મનસુખ વસાવાએ ધારાસભ્ય ચૈતર વસાવાને આડે હાથ લઈ શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, નાની મોટી કચેરીઓમાં ગરીબ આદિવાસી લોકો કામ કરે છે એમને ધમકાવવા કરતા સહકારથી કામ કરવું જોઈએ.

આદિવાસીઓને જે લોકો ગેરમાર્ગે દોરી રહ્યા છે તેમનાથી સાવધાન રહેવું પડશે. ભગવાને આપણને મનુષ્ય બનાવ્યા છે ઢોર નહીં, એટલે જે આપણો વિકાસ કરે છે તેમની વાત સાંભળવી જોઈએ. ભાજપે આદિવાસી યુવાનોને ખોટી રીતે ક્યારેય ઉશ્કેર્યા નથી. -- મનસુખ વસાવા (સાંસદ, ભરૂચ)

જાહેર જનતાને ટકોર : સાંસદ મનસુખ વસાવાએ વધુમાં કહ્યું કે, અગાઉની સરકારમાં આદિવાસી લોકોને જંગલની જમીન નહોતી મળતી, જે ભાજપ સરકારે અપાવી છે. આદિવાસીઓને જે લોકો ગેરમાર્ગે દોરી રહ્યા છે તેમનાથી સાવધાન રહેવું પડશે. ભગવાને આપણને મનુષ્ય બનાવ્યા છે ઢોર નહીં, એટલે જે આપણો વિકાસ કરે છે તેમની વાત સાંભળવી જોઈએ. ભાજપે આદિવાસી યુવાનોને ખોટી રીતે ક્યારેય ઉશ્કેર્યા નથી. પરંતુ જે લોકો ઉશ્કેરવાનું કામ કરે છે તેમનાથી સાવધ રહેવા બાબતે સાંસદે આદિવાસીઓને ટકોર કરી હતી.

સાંસદે આપ્યો ખુલ્લો પડકાર : સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે, ડેડીયાપાડા સાગબારા વિસ્તારમાં દારૂ અને જુગારના અડ્ડા ચલાવનારા મને ચૂંટણીમાં પાડી દેવાની વાત કરે છે. પરંતુ હું સાચો છું, મને પાડવાની એમનામાં તાકાત નથી. આસામમાં આવું બોલનારને બંદૂકથી ઉડાવી દેવામાં આવે છે. મેં ત્યાં જઈને પણ દારૂબંધી ની વાત કરી છે. જંગલની જમીન જેમની બાકી છે તેમને અમે જ જમીન અપાવીશું. જેની સરકાર જ નથી એ ક્યાંથી અપાવશે.

જનતા જોગ અપીલ : જનતાને અપીલ કરતા સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે, જંગલની જમીન આડેધડ ના ખેડવી જોઈએ. ભાજપ કલ્યાણકારી પાર્ટી હોવાથી આજે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપની બહુમતીથી જીત થઈ છે.

  1. PM Modi Gujarat Visit: 31 ઓક્ટોબરે PM મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ક્યાં નવા પ્રોજેકટનું લોકાર્પણ કરશે, જાણો
  2. Vadodara Madhav Setu Bridge : નર્મદા નદી ઉપર સૌથી લાંબો બ્રિજ માધવસેતુ તૈયાર, જાણો શા માટે ખાસ આ બ્રિજ...

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.