બનાસકાંઠાની મા.ઉ.મા શાળાના કર્મચારીઓના વહીવટી અધિવેશન બેઠક યોજાઈ - પડતર પ્રશ્નો હલ કરવા માંગ
🎬 Watch Now: Feature Video

બનાસકાંઠા (banaskatha Administrative conference meeting) જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વહીવટી કર્મચારીઓની એક બેઠક શક્તિપીઠ અંબાજી ખાતે યોજવામાં આવી (Administrative conference meeting of teachers) હતી. જો કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સંસ્થાઓના ક્લાર્ક ,પટાવાળા, સેવકોને વહીવટી કામગીરી સારી રીતે કરી શકે તે માટે છેલ્લા કેટલાક સમયથી વહીવટી કર્મચારીઓની નવી ભરતી ન કરાતા વહીવટી કામગારી કથળતી હોય તેવું લાગી રહ્યું છે. તેમાં પણ ખાસ કરીને નવા અને જૂના કર્મચારીઓ વચ્ચે જે પગારની વિસંગતતાઓ છે તેને લઈને પણ વહીવટી કર્મચારી ચિંતાતુર બન્યો છે. જો કે શાળાઓમાં બાળકોની સંખ્યાને લઇ ક્લાર્કને, સેવકોની જે ફાળવણી કરવામાં આવે છે તે પ્રમાણે પૂરતું વહીવટી કાર્ય ન થઈ શકતા મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે યોજાયેલા સેમિનારમાં પડતર પ્રશ્નો હલ કરવા માંગ કરાઈ (Seek to solve outstanding questions) છે. જેનાથી બાળકોમાં સારું અને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તેવી આશા વ્યક્ત કરી ( primary and Higher Secondary school Staff meeting) હતી.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST