બાબા રામદેવે અમદાવાદમાં કબડ્ડી લીગ મેચના ઉદ્ઘાટન પ્રસંગમાં હાજરી આપી - baba ramdev press conference in ahmedabad
🎬 Watch Now: Feature Video
Published : Dec 3, 2023, 12:04 PM IST
|Updated : Dec 3, 2023, 12:36 PM IST
અમદાવાદ: યોગ ગુરૂ બાબા રામદેવે અમદાવાદ શહેરમાં શરૂ થયેલી કબડ્ડી લીગ મેચના ઉદ્ઘાટન પ્રસંગમાં હાજરી આપી હતી. બાબા રામદેવે વાડજ વિસ્તારમાં આવેલા શ્રી મહર્ષી દધીચી ઋષિ આશ્રમની મુલાકાત લીધી હતી. આ દરમિયાન બાબાએ શિવજી સમક્ષ પૂજા અર્ચના કરી હવનમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન દધીચી આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી હિતેશ સેવક, ટ્રસ્ટી દીપક ભટ્ટ સહિત અન્ય અગ્રણીઓ હાજર રહ્યા હતા.
બાબા રામદેવે જણાવ્યું હતું કે આપડે નાના બાળકો હતાં ત્યારથી કબ્બડી રમતા હતા. આજે પણ યોગ સાથે વ્યાયામ અને રમતો સાથે સંકળાયેલા છીએ. ક્રિકેટ પછી કબ્બડી સૌથી મોટી રમત છે, આગામી સમયમાં કબડી અને યોગામાં ભારત વિશ્વ વિજેતા હશે. 2030થી ભારતની વિકાસ યાત્રા શરૂ થશે અને ત્યારબાદ તે વિશ્વને લીડ કરતો થઈ જશે.
TAGGED:
બાબા રામદેવ