Ayurvedic treatment : મહેસાણાના ગોજારીયામાં આયુષ વિભાગ દ્વારા આયોજીત સારવાર કેમ્પમાં રોગમુક્ત થવાની લોકોએ ખુશી વ્યક્ત કરી - ખેરવા આયુર્વેદ હોસ્પિટલ
🎬 Watch Now: Feature Video
મહેસાણા જિલ્લાના ગોજારીયા ગામે જનરલ હોસ્પિટલમાં રાજ્યના આયુષ વિભાગ દ્વારા (Gujarat AYUSH Department )સંચાલિત ખેરવા આયુર્વેદ હોસ્પિટલ (Kherwa Ayurvedic Hospital)અને સેવાભાવી સંસ્થાઓના સહયોગથી મેગા આયુર્વેદિક સારવાર કેમ્પનું આયોજન (Ayurvedic treatment)કરાયું હતું. જેમાં સ્ત્રી રોગ, બાળ રોગ અને યુવાનોથી લઈને વૃદ્ધ લોકોના સ્વાસ્થ્યને તપાસી તેમના સ્વસ્થ્ય સબંધિત તકલીફોને પંચકર્મ, દંત ચિકિત્સા સહિતની આયુર્વેદિક પદ્ધતિ અને આયુર્વેદિક દવાઓ થી ઉપચાર કરવામાં આવ્યો હતો. આ કેમોમાં 500 જેટલા લોકોએ પોતાની વિવિધ બીમારીઓ માટે સારવાર લઈ સરકારના આ નિઃશુલ્ક આયુર્વેદિક સારવારના આયોજનને બિરદાવી રોગમુક્ત થવાની ખુશી વ્યક્ત કરી હતી. આયુર્વેદ ચિકિત્સકના જણાવ્યા અનુસાર લોકોનો આયુર્વેદ પ્રત્યેનો વિચાર અને ભરોસો વધ્યો છે. ધીમે ધીમે પણ સચોટ નિદાન આયુર્વેદિક પદ્ધતિ મળતા લોકો રાહત અનુભવી રહ્યા છે.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST