World Cup 2023: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઈંગ્લેન્ડ સામે ટકરાશે ઓસ્ટ્રેલિયા - World Cup 2023
🎬 Watch Now: Feature Video
Published : Nov 2, 2023, 8:29 PM IST
|Updated : Nov 2, 2023, 9:54 PM IST
અમદાવાદ: 4 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ યોજાનાર છે. ત્યારે આ દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઓસ્ટ્રેલિયન ટીમના ખેલાડીઓ ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કરતા નજરે પડ્યા હતા. સતત બે હાર સાથે વર્લ્ડકપ 2023ની શરૂઆત કરનાર ઓસ્ટ્રેલિયન ટીમ આ સમયે જબરદસ્ત ફોર્મમાં છે. ઓસ્ટ્રેલિયન ટીમ વર્લ્ડ કપમાં સતત ચાર મેચ જીતી ચૂકી છે અને ટોપ-4 માટે પણ પ્રબળ દાવેદાર છે. ઓસ્ટ્રેલિયાની આગામી મેચ 4 નવેમ્બરે ઈંગ્લેન્ડ સામે છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર છે. જ્યારે વિશ્વ કપની ફાઇનલ મેચ 19 નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. સાઉથ આફ્રિકા હવે પોઈન્ટ ટેબલમાં નંબર વન પર પહોંચી ગયું છે. જે પહેલાં ટીમ ઈન્ડિયા હતી. સાઉથ આફ્રિકાએ 7માંથી 6 મેચ જીતીને 12 પોઈન્ટ મેળવ્યા છે. ટીમને હજુ 2 મેચ રમવાની છે.
TAGGED:
World Cup 2023