Asia Cup 2023 India vs Pak : જામનગરના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં ભારત-પાકિસ્તાનની મેચનો માહોલ - હાઈ વૉલ્ટેજ મેચ
🎬 Watch Now: Feature Video
Published : Sep 2, 2023, 6:28 PM IST
જામનગર : શહેરના સૌથી મોટા કાશી વિશ્વનાથ મંદિરમાં ભારતની જીત માટે ખાસ પ્રાર્થના કરવામાં આવી છે. સમગ્ર મંદિરમાં ભારતની જીત માટે ખાસ શણગાર કરવામાં આવ્યો છે. મંદિરમાં ક્રિકેટ પીચ, ભારતીય ટીમની જર્સી, બેટ-બોલ સહીતનો શણગાર કરવામાં આવ્યો છે. જામનગરના કાશી વિશ્વનાથ મંદિરે દર્શન માટે આવતા ભક્તો પણ ભારતની જીત માટે પ્રાર્થના કરી રહ્યા છે.
હાઈ વૉલ્ટેજ મેચ : આમ પણ ભારત અને પાકિસ્તાનના મેચને લઈ બંને દેશમાં હાઈ વોલ્ટેજ માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે, બંને દેશો ક્રિકેટ મેચ જીતવા માટે જાન લગાવી દેતા હોય છે. ખાસ કરીને ક્રિકેટરોમાં તો એક રોમાંચ હોય છે. સાથે સાથે આ દર્શકો પણ ભારત પાકિસ્તાનના મેચને મોટી સંખ્યામાં નિહાળતા હોય છે.
મંદિરમાં અનોખો શણગાર : હાલ પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. શ્રાવણ માસ દરમિયાન છોટા કાશી એટલે કે જામનગરમાં વિવિધ શિવાલયોમાં ભગવાન ભોળાનાથને વિવિધ શણગાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે જુદા જુદા મંદિરમાં જુદી જુદી થીમ પર શણગાર કરવામાં આવતા હોય છે. જામનગરના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં કંઈક અનોખો શણગાર કરવામાં આવ્યો છે. કારણ કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને લઇ જામનગરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.