PM Modi Visit Surat: 24 હજાર જેટલા વિદ્યાર્થીઓએ 15 કિમીની માનવસાંકળ બનાવી સ્વચ્છતાનો સંદેશ આપ્યો - ETVBharatGujarat Surat
🎬 Watch Now: Feature Video
Published : Dec 15, 2023, 12:16 PM IST
સુરત: 17 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત શહેરની મુલાકાતે છે. આ દરમિયાન તેઓ વિશ્વની સૌથી મોટી ઓફિસ ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરશે. ઉપરાંત એરપોર્ટ ટર્મિનલ વિસ્તરણની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. જેનું પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરશે. PM મોદીના આગમનને લઈ સુરત મહાનગરપાલિકા દ્વારા માનવસાંકળ રચવામાં આવી હતી. પોલીસ પરેડ ગ્રાઉન્ડથી લઈ જંક્શન સુધી અને ત્યારબાદ ત્યાંથી ઘડોદરા જોગણી માતા મંદિર સુધી 15 કિલોમીટરના રૂટમાં માનવસાંકળ રચવામાં આવી હતી. શહેરના 30 બ્લોકમાં વેચાયેલા તમામ શાળા અને કોલેજના 24000થી પણ વધુ વિદ્યાર્થીઓએ અનોખી રીતે માનવ સાંકળ બનાવીને સ્વચ્છતાનો સંકલ્પ લીધો હતો. જેમાં ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનને લઈને લોકો જાગૃત બને તે માટે આ માનવસાંકળનું આયોજન કરવામાં આવ્યું છે.