ભાજપે ફેંકયો ગુગલી બોલ, બીલીમોરા અપક્ષ નગરસેવક સહિત 150 જેટલા સમર્થકોએ ભાજપનો ભગવો ધારણ કર્યો - donned BJP saffron

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 26, 2022, 1:07 PM IST

Updated : Feb 3, 2023, 8:33 PM IST

ભાજપે પોતાની રણનીતિના ભાગરૂપે ગુગલી બોલ ફેકતા બીલીમોરા નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણના અપક્ષ નગરસેવક અને ક્રિકેટ કોચ અરવિંદ પટેલ અને તેમના 150 સમર્થકો ભાજપમાં જોડાયા છે. વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે દરેક પક્ષ ચૂંટણીને લઈને મતદારોને રિઝવવા સાથે જોડ તોડની રાજીનીતિ કરી તનતોડ મહેનત કરી રહ્યો છે. આમ તો ગણદેવી વિધાનસભા ભાજપનું ગઢ ગણવામાં આવે છે. પણ ભાજપ ચૂંટણીના જંગમાં કોઈ પણ કચાશ રાખતું નથી. વિધાનસભા વિસ્તારમાં આવતા બીલીમોરા શહેરમાં ભાજપેરણનીતિ ભાગરૂપે ગુગલી બોલ ફેંકતા બીલીમોરા પાલિકાના વોર્ડ નંબર ત્રણના અપક્ષ તરીકે ચૂંટાઈ આવેલા નગરસેવક અને ક્રિકેટ કોચ અરવિંદ પટેલને ભાજપની ટીમમાં સામેલ કરી બીલીમોરા ભાજપ પોતાની ટીમ મજબૂત કરી છે. ગઈકાલે ગણદેવી વિધાનસભાના ઉમેદવાર પૂર્વ પ્રધાન અને ભાજપે ઉમેદવાર નરેશ પટેલ સભાનું આયોજન ગંગામાતાના ચોકમાં બીલીમોરા ખાતે કરવામાં આવ્યું હતું. આ સભા દરમિયાન બીલીમોરા પાલિકાના અપક્ષ નગરસેવક અને ક્રિકેટ કોચ અરવિંદ પટેલ અને તેમના 150 સમર્થકો સાથે ભાજપી ઉમેદવાર નરેશ પટેલના હાથે વિધિવત રીતે ખેસ પહેરી ભાજપની ટીમમાં સામેલ થયા હતા. હાલ તો અપક્ષ નગર સેવક અને ક્રિકેટ કોચ અરવિંદ પટેલ અને તેમના સમર્થકો ભાજપમાં જોડાતા ભાજપની ટીમ ચૂંટણીના સમયે ઓર મજબૂત બની હોય તેવું જોવા મળી રહ્યું છે. Gujarat Assembly Election 2022 Belimora Municipality Gandevi Assembly
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.