Guru Purnima 2022 : ગુરુ પૂર્ણિમા અવસર પર શામળાજી મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું - Shamlaji Guru Purnima
🎬 Watch Now: Feature Video
અરવલ્લી : આજે અષાઢ સુદ પૂનમ એટલે ગુરુ પૂર્ણિમા દિવસે (Guru Purnima 2022) દરેક ભક્તો સદગુરૂના ચરણોમાં શિષ નમાવી અને આર્શીવાદ લેતા હોય છે, ત્યારે યાત્રાધામ શામળાજી મંદિરમાં પણ ગુરુ પૂર્ણિમા પર્વ ઉજવાયો હતો. વહેલી સવારથી જગતના ગુરુ ભગવાન શામળિયાના દર્શન કરવા ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં ભક્તો શામળાજી મંદિરે દર્શન માટે ઉમટી પડયા હતા. ભગવાન શામળીયાનો (Shamlaji Guru Purnima) અભિષેક કરી સોળ ઉપચાર વડે પૂજન કરવામાં આવ્યું હતું. ભગવાન શામળિયાનાની મંગળા અને શણગાર આરતીના દર્શન કરી શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી. ભગવાન શામળીયાને (Shamlaji Guru Purnima) પોતાના ગુરુ માની તમામની ઉત્તરો ઉત્તર પ્રગતિ થાય (Happy Guru Purnima) તેવી પ્રાર્થના કરી હતી.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST