પોલીસ જવાન અને દંપતી વચ્ચે થઇ મારામારી, વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ - ટ્રાફિક નિયમનો ભંગ
🎬 Watch Now: Feature Video
વડોદરા શહેરના માંજલપુર નાકા પાસે માંજલપુર પોલીસ સ્ટેશનના(Manjalpur Police Station) જવાન અને એક દંપતી(Couple near Manjalpur Naka) વચ્ચે મારામારી થઈ હતી. સ્થાનિક લોકો દ્વારા આ મારામારીનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દીધો હતો. આ બનાવમાં પોલીસ જવાને પોતાના જ પોલીસ મથકમાં દંપતી વિરુદ્ધ અરજી આપતા પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં પોલીસ કોન્સ્ટેબલ(Police Constable in Manjalpur area) અશ્વિન ફરજ બજાવે છે મોડી સાંજે માંજલપુર નાકા પાસે પોલીસ જવાન અને એક દંપતી વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયો હતો. ઝઘડામાં અપશબ્દો બોલતા જોતજોતામાં ઝઘડો ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધો હતો. પોલીસ જવાન અને મહિલાના પતિ વચ્ચે મારામારી શરૂ થઈ હતી. જાહેર માર્ગ ઉપર પોલીસ જવાન અને દંપતી વચ્ચે ચાલી રહેલી મારા મારીને જોઇ લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. ટોળા દ્વારા પોલીસ જવાન અને દંપતી વચ્ચે થયેલી મારામારીમાં છૂટા પાડવાને બદલે કેટલાક લોકો દ્વારા મોબાઇલ પર વીડિયો ઉતારવામાં આવ્યો હતો. વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દીધો હતો. મોડી સાંજે વાહન લઇને પસાર થઇ રહેલા દંપતીએ ટ્રાફિક નિયમનો ભંગ(Violation of traffic rules) કરતા તેને પોલીસ જવાન અશ્વિન રોકવાનો પ્રયાસ કર્યો હતો. જે કારણોસર પોલીસ જવાન અને દંપતી વચ્ચે ઝઘડો થયો હતો. પોલીસ જવાન અશ્વિનને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે. તેની પૂછપરછ બાદ સાચુ કારણ બહાર આવશે. હાલ તેઓએ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. અરજીના આધારે તપાસ કરવામાં આવી રહી છે.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST