અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર એક્શન મોડમાં, આટલી હોસ્પિટલોમાં થઇ આરટીપીસીઆર ટેસ્ટીંગની શરૂઆત - Corona Guideline
🎬 Watch Now: Feature Video
Published : Dec 21, 2023, 9:01 PM IST
અમદાવાદ : અમદાવાદ શહેરમાં આજે કોરોનાના 6 દર્દીઓ સામે આવ્યા બાદ સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા કોરોના અટકાવને લઈને ગાઈડલાઈન આપવામાં આવી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ કોરોનાના શંકાસ્પદ દર્દીઓ શોધી કાઢવા એલ.જી હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ તેમજ એસવીપી હોસ્પિટલમાં આરટીપીસીઆર ટેસ્ટીંગની શરૂઆત કરવામાં આવી છે.. આગામી ત્રણથી ચાર દિવસમાં અમદાવાદ શહેરના કોમ્યુનિટી હેલ્થ સેન્ટરો તેમજ હેલ્થ સેન્ટર ઉપર જો કોઈને લક્ષણો જણાય તો આરટીપીસીઆર ટેસ્ટની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. કોરોનાના નવા વેરિયંટથી બચવા સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસ અંગે હેલ્થ વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. સાથે જ કેન્દ્રીય આરોગ્ય વિભાગની કોરોના અંગેની નવી માર્ગદર્શિકાનો ચુસ્તપણે પાલન કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે. આ માર્ગદર્શિકામાં ટેસ્ટ, ટ્રેક, ટ્રીટમેન્ટ અને રસીકરણ અંગે ગાઇડલાઈન આપવામાં આવી છે.