સરકારી એમ્બ્યુલન્સને ધક્કો મારતા રાહદારીઓનો વીડિયો થયો વાયરલ
🎬 Watch Now: Feature Video
ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશની સરકારી એમ્બ્યુલન્સ લખનૌના બક્ષી કા તાલાબ વિસ્તારમાં કુમહરાવા રોડ પર દેખાઈ રહી છે. જ્યાં પેટ્રોલ પંપ પર ડીઝલ નાખ્યા બાદ પણ એમ્બ્યુલન્સ ચાલુ થઈ ન હતી. આ પછી ત્યાંથી પસાર થતા લોકોએ ધક્કો મારીને એમ્બ્યુલન્સ ચાલુ કરવાનો પ્રયાસ કર્યો (people pushing ambulance in lucknow) હતો. તે જ સમયે ત્યાં હાજર કેટલાક લોકોએ તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ (ambulance viral video in lucknow) કરી દીધો હતો. મુસાફરોએ જણાવ્યું કે, આ એમ્બ્યુલન્સ પહેલા પણ ઘણી વખત ખરાબ થઈ ચુકી છે. પરંતુ, હજુ સુધી આ એમ્બ્યુલન્સનું કંઈ થયું નથી. આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરાયેલી એમ્બ્યુલન્સની વ્યવસ્થા દર્દીઓને રાહતના બદલે મુશ્કેલી આપી રહી છે. જ્યાં એક તરફ ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ સરકાર સ્વાસ્થ્ય સુવિધાઓ સુધારવાના પ્રયાસો કરી રહી છે, તો બીજી તરફ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આવા વીડિયો સ્વાસ્થ્ય સુવિધાઓ (UP health services) પર સવાલો ઉભા કરી રહ્યા છે.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST