હરિદ્વારમાં ઉમટ્યો શ્રદ્ધાનો સમુદ્ર, જૂઓ કાવડિયા યાત્રાનો ડ્રોન વીડિયો - Crowd of Kanwars in Haridwar
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-15919322-thumbnail-3x2-haridwar.jpg)
હાલના દિવસોમાં ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યમાં કાવડયાત્રા (Kavad Yatra 2022) ચાલી રહી છે. ઉત્તરાખંડના હરિદ્વારમાં પણ કાવડિયાઓ ભક્તિભાવ સાથે ઉમટી પડ્યા છે. હરિદ્વારના (Haridwar National Highway) હાઈવે પર દિવસ રાત હર હર ગંગે અને બમ બમ ભોલેનો નાદ ગુંજી રહ્યો છે. દેશના વિવિધ ભાગોમાંથી આવેલા શિવભક્તો તેમના આરાધ્ય ભોલેનાથને પ્રસન્ન કરવા માટે યાત્રા સાથે ગંગાજળ (Haridwar gangajal) લઈ રહ્યા છે. આ દરમિયાન ડ્રોનથી હરિદ્વારના વીડિયો સામે આવ્યા છે જે આશ્ચર્યજનક છે. આ વીડિયોમાં હરિદ્વારના ગંગાનહર અને ગંગા નદીના પુલ પર કાવડયાત્રીઓની ભીડ જોઈ શકાય છે. કેસરી રંગમાં રંગાયેલ હરિદ્વારનો આ વીડિયો ખરેખર અદ્ભૂત છે. લાંબા અંતર સુધી ભાવિકો દર્શન કરવા માટે લાઈન લગાવી રહ્યા છે.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST