અમદાવાદમાં પોલીસ, શિક્ષકો અને ચૂંટણીમાં રોકાયેલા કર્મચારીઓએ કર્યું મતદાન - Ahmedabad police
🎬 Watch Now: Feature Video
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની ( Gujarat Assembly Election 2022) માટે આજથી બેલેટ મતદાન શરૂ થયું છે. જેમાં ચૂંટણીમાં રોકાયેલા કર્મચારીઓ માટે બેલેટ મતદાન યોજાયું છે. પોલિંગ ઓફિસર, પોલીસકર્મીઓ અને શિક્ષકો માટે બેલેટ ( Ballot voting) મતદાન યોજાયું છે. અમદાવાદમાં બે દિવસ ચાલનાર મતદાનમાં 25,000 પોલિંગ કર્મચારીઓ, અન્ય કર્મીઓ અને 4,000 થી વધુ શિક્ષકો અને પોલીસ અધિકારી તથા કર્મીઓ મતદાન કરશે. શાહીબાગમાં પોલીસ હેડક્વાર્ટર (Police Headquarters at Shahibaug) ખાતે તમામ અધિકારી કર્મચારી માટે મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે. બે દિવસ ચાલનારા બેલેટ મતદાનની ગણતરી પણ તારીખ 8મી ડિસેમ્બરે થશે. ચૂંટણીની કામગીરીમાં અલગ અલગ જિલ્લાઓમાં તમામ કર્મચારીઓ મતદાન કરી શકે તે માટે ખાસ આયોજન કરવામા આવ્યું છે. જેમાં વહેલી સવારથી મોટી સંખ્યામાં કર્મચારીઓ, અધિકારીઓ મતદાન માટે પહોંચ્યા હતા.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST