Ahmedabad Flower Show 2024: આ વર્ષે ફ્લાવર શૉ જોવાનું ચૂકશો નહિ, આ છે ખાસ - સંસદભવન
🎬 Watch Now: Feature Video
Published : Dec 31, 2023, 12:29 PM IST
અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 'વાઇબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શૉ 2024' પ્રજાજનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. વાઈબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શૉ 2024'ના મુખ્ય આકર્ષણોની વાત કરીએ તો, અહીં વડનગરના તોરણની પ્રતિકૃતિવાળું આકર્ષક પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યું છે. વધુમાં અહીં સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યૂ ઑફ યુનિટીની પ્રતિકૃતિ, નવા સંસદભવનની પ્રતિકૃતિ, મોઢેરાના સૂર્ય મંદિરની પ્રતિકૃતિ, ચંદ્રયાન-3ની પ્રતિકૃતિ, સાત અશ્વ અને ઓલિમ્પિક જેવી જુદી જુદી થીમ આધારિત અનેક પ્રતિકૃતિઓ મુખ્ય આકર્ષણોમાં સામેલ છે. 'વાઈબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો 2024' માં આ વખતે વિવિધ પ્રકારના 15 લાખથી વધુ ફૂલ-છોડના રોપા મૂકવામાં આવ્યા છે જે શહેરીજનો માટે અનેરું આકર્ષણ બની રહેશે. અહીં વિદેશી ફૂલ-છોડના રોપા પણ મૂકવામાં આવ્યા છે. ફ્લાવર શૉમાં 7 લાખથી વધુ રોપા દ્વારા 400 મીટર લાંબુ ફ્લાવર સ્ટ્રકચર પ્રદર્શિત કરવામાં આવનાર છે.