રાજકોટમાં એક મતદાતા મતદાન કરવા સ્પેશિયલ ઓસ્ટ્રેલિયાથી અહીં આવ્યા - જેતપુર વિધાનસભા બેઠક

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 1, 2022, 4:43 PM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

રાજકોટમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022) માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ત્યારે રાજકોટ જિલ્લાની જેતપુર વિધાનસભા (Jetpur assembly seat) માટે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુરમાં ટોટલ 11 બૂથ બનાવવામાં આવ્યા છે. અહીં જેતપુર જામકંડોરણા બેઠકના સવારે 8 વાગ્યાથી મતદાન કરવા માટે મતદારોની કતાર (Voting for elections in Rajkot) લાગી હતી. ત્યારે રાજકોટ ડેરીના ચેરમેન ગોરધન ધામેલિયા (Rajkot Dairy Chairman Gordhan Dhamelia) પણ પોતાના પરિવાર સાથે મતદાન કર્યું હતું. તેમ જ ખાસ કરીને મૂળ વીરપુરના રહેવાસી અને હાલ ઓસ્ટ્રેલિયા રહેતા રસિક ગાજીપરા પોતાના પરિવાર સાથે ખાસ ઓસ્ટ્રેલિયાથી (A voter in Rajkot came from Australia) વિરપુર આવીને મતદાન (vote for Gujarat Election 2022) કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, યાત્રાધામ વિરપુરમાં 11 મતદાન મથક છે. આમાં સાત મથક સંવેદનશીલ છે, જેમને લઈને પેરા મિલિટ્રી ફોર્સના જવાનો તેમ જ પોલીસ દ્વારા ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે, જેના કારણે શાંતિપૂર્ણ રીતે મતદાન શરૂ થયું હતું.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.