Parvadhiraj Paryushan : પર્વાધિરાજ પર્યુષણને લઈને જૂનાગઢમાં યોજાયું વિશેષ પ્રદર્શન - Parvadhiraj Paryushan
🎬 Watch Now: Feature Video
Published : Sep 3, 2023, 3:44 PM IST
જૂનાગઢ : જૈન ધર્મના રાષ્ટ્રીય સંત નમ્રમુનિ મહારાજ સાહેબના સાનિધ્યમાં જૈન જ્ઞાનધામ દ્વારા આજે પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વને આવકારવા માટે જૂનાગઢમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખૂબ મોટી સંખ્યામાં જૈન સમાજના શ્રાવક અને શ્રાવિકાઓ હાજર રહ્યા હતા. સ્થાનિકવાસી જૈન સમાજ દ્વારા આજે ભારત ભરના બહેનો દ્વારા 14 સ્વપ્નનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યો હતો. સમગ્ર ભારત વર્ષના 54 મહિલા મંડળ કે જેઓ જૈન ધર્મ સાથે જોડાયેલા છે, તેવી બહેનોએ 14 સ્વપ્નોને અદભુત રીતે પોતાની કલાના માધ્યમથી કંડારીને મોકલી આપ્યા હતા. જેનું આજે પ્રદર્શન યોજાયું હતું.