અહીં મારી દુકાન ચાલે છે, તે કેમ નવી દુકાન ખોલી તેવું કહી દુકાનમાં આગ લગાવી - દુકાનમાં આગ લગાવી
🎬 Watch Now: Feature Video
માંગરોળ તાલુકાના ઇસનપુર ગામે સ્થાનિકે ઈર્ષા રાખી રાજસ્થાની મારવાડી વેપારીની અનાજ કરીયાણાની દુકાનને પેટ્રોલ છાંટી સળગાવી દેવાની ઘટના સામે આવી છે. આ ઘટનાના સંદર્ભમાં માંગરોળ પોલીસ મથકમાં( Surat Mangrol Police)ફરિયાદ નોંધાઇ હતી. ઇસનપુર ગામમાં રહેતો નિમેષ કોયા ચૌધરી મારવાડી દુકાનદાર પાસે(fire in Isanpur village) આવ્યો હતો. આ ગામમાં મારી મમ્મીની દુકાન ચાલે છે. છતાં તે કેમ દુકાન ખોલી ? તારી દુકાન તું બંધ કરી દેજે નહીં તો રાત સુધીમાં તારી દુકાન સળગાવી દઈશ. જેવી ખુલ્લી ધમકી આપી હતી. દુકાન દારે દુકાન બંધ ન કરતા આરોપીએ દુકાન સળગાવી દીધી હતી. આ ઘટનામાં દુકાન દારના પુત્ર દાઝી ગયો છે. હાલ સારવાર માટે અર્થે દવાખાને લઈ જવામાં આવ્યો છે. વેપારી આનંદભાઈ પોકરભાઈ ગુર્જર દ્વારા માંગરોળ પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST